હિટ એન્ડ રનની ઘટનાઓ ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં જ એક ઘટના સામે આવી રહી છે અને અંબાજીના દર્શને જતાં પદયાત્રીઓ આ અકસ્માતા ભોગ બન્યા છે. ગુજરાતમાં એક ઝડપી કારે 12 રાહદારીઓને કચડી નાખ્યા. જેમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મુસાફરોમાં મોટાભાગના પંચમહાલ જિલ્લાના કાલોલના રહેવાસી હતા અને અંબાજી દર્શન માટે પગપાળા જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ મુસાફરોને હોસ્પિટલ પહોંચાડી હતી.
ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા વાત કરી હતી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપશે.
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 2, 2022
કારની હાલત જોઈને જ અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. કારની આગળની બોડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. ગુજરાતનું અંબાજી મંદિર શક્તિ, ભક્તિ અને આસ્થાનો સંગમ કહેવાય છે. આ મંદિરમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે.