લોક પત્રિકા ખાસ અહેવાલ -( સુનિલ બ્રહ્મભટ્ટ) : ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મીડિયાના માધ્યમથી એક બાહોશ મહિલા પત્રકાર પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલ કે સાહિલ હોટલ મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે શંકાસ્પદ ખાદ્ય ચીજનું ઊંચા ભાડા લઈ વહન કરતી અને પેસેન્જર લકઝરી બસ, Gj-14-X-4852 ન્યુ પટેલ ટ્રાવેલ્સને ફરિયાદના આધારે અટકાવી તપાસ કરતા શંકાસ્પદ ક્રીમનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ તપાસ અધિકારી એસ.બી.પટેલ અને જે ડી ઠાકોર ને તપાસ સોંપતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
વિગતો મળી રહી છે કે આ તપાસ કરતા ક્રીમના માલિક વાગડીયા ઓબેદુલ્લાહ ખાલિદ પોતે પણ મુસાફરી કરી રહ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ ખાદ્ય ચીજ ક્રીમનો નમૂનો લઈ તપાસ માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપેલ છે, તમેજ માહિતી મળી રહી છે કે વધુ તપાસ FSO તથા પોલીસ ચલાવી રહી છે.
આ કાર્યમાં મહેસાણાા જિલ્લાના ફૂડ ઈન્સપેક્ટર ગવાના સાહેબની ખુબ જ પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી. ક્રીમના બાકીના જથ્થા ક્રીમ 134 kg અને બિલ વગર માલની કિંમત રૂ. 37000 અને આરોપી પર પોલીસ ખાતા દ્વારા બાકીની કાર્યવાહી કરવામાં આવી રહી છે