surat news: હાલમાં કોલ અને સોશિયલ મીડિયા પર ભારે મોટી માત્રામાં ફ્રોડ થઈ રહ્યા છે. ત્યારે સુરતનો આ કિસ્સો બધા માટે લાલબત્તી સમાન છે અને ચેતી જવાની ઘંટડી પણ કહી શકાય. રાજ્યમાં અનેક સ્થળોએ બોગસ કોલ સેન્ટર ઝડપાવાની ઘટના અવાર નવાર સામે આવતી હોય છે. હવે સુરતના સિંગણપોર કોઝવે રોડ પર કંથરીયા હનુમાનજી મંદિર પાસે સિલ્વર સ્ટોન આર્કેટના પહેલા માળે પણ કંઈક આવું જ જોવા મળ્યું છે.
અહીં ઓફિસમાં પોલીસે દરોડો પાડી કોલ સેન્ટર ઝડપી પાડતા હાહાકાર મચી ગયો છે. પોલીસે કોલ સેન્ટરના સંચાલક સહિત 11 લોકોની ધરપકડ પણ કરી લીધી અને કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતના સિલ્વર સ્ટોન આર્કેટના પહેલા માળે આવેલ ઓફિસમાં બોગસ કોલ સેન્ટર ઝડપાતા આખા ગુજરાતમાં લોકો ચેતી જવાના સમાચાર વહેતા કરી રહ્યા છે અને આવો કોલ આવે તો તરત જ પોલીસને જાણ કરવાની અરજ કરી રહ્યા છે.
પોલીસે બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ કરી મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે કોલસેન્ટરમાં આરોપીઓ ગ્રાહકોને ડેટા એન્ટ્રીને લગતા કામ આપતા હતા. જેમાં 90 ટકા થી ઉપર કામ થાય તો કમિશન આપવાની વાત કરી કોન્ટ્રાકટ કરતા હતા.
ઈઝરાયેલનો અસલી ‘ગાઝા પ્લાન’નો સૌથી મોટી ખુલાસો, લાખો લોકો સામે થશે કાર્યવાહી, બધાની ફાટી પડી
‘પપ્પા, મેં 10 યહૂદીઓને મારી નાખ્યા છે’, હત્યાકાંડ પછી હમાસના એક આતંકીનો પિતાને કોલ, વાતો લીક થઈ ગઈ
આ રીતને કોન્ટ્રાકટ કર્યા બાદ ટોળકી ગ્રાહકોના ડેટા એન્ટ્રીનું કામ ગ્રાહકોનું 80 થી 85 ટકા થાય તેવી ગોઠવણ કરતા હતા. ત્યારબાદ ગ્રાહકોને કોન્ટ્રાક ભંગ અંગે પોલીસ કે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પેનેલ્ટી પેટે 6,500ની વસુલાત કરતા હતા.