રાજ્યમા યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓના આંકડાઓમા સતત વધારો થઈ રહ્યો છે. હવે AAP નેતા સામે દુષ્કર્મની ફરીયાદ નોધાતા ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. આ વિશે વિગતે વાત કરીએ તો આ AAP નેતાનુ નામ ભગુ વાળા છે. ભગુ વાળા કોગ્રેસ છોડી આપમાં જોડાયા છે. તે ગીર સોમનાથ પંથકના નેતા છે.
ભગુ વાળા સામે એક યુવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા કહ્યુ છે કે, ફિલ્મમાં કામ આપવાની ભગુ વાળાએ તેને પહેલા લાલચ આપી અને પછી દુષ્કર્મ ગુજાર્યો. ભગુ વાળાએ મોડેલ બનવા માંગતી આ યુવતીએ તેની મહિલા મિત્રને વાત કરી અને વેરાવળમાં રહેતા વિશ્વાસ ફિલ્મના માલીક ભગુ વાળાને ઓળખતી હોવાથી મિટિંગ કરવવા વિશ્વાસ આપ્યો. ભાગુ વાળાએ આ બધી વાતોના બહાને યુવતીને ઓફીસે બોલાવી અને બાઇકમાં બેસાડીને પોતાના ફ્લેટ પર લઈ ગયો.
આ દરમિયાન તેણે ફ્લેટ પર પહેલાથી જ બે ફોટોગ્રાફર બોલાવી રાખ્યા હતા જેણે મોડેલીંગ ફોટોશુટ કર્યુ. આ પછી જ્યારે ફોટોગ્રાફરો ચાલ્યા ગયા ત્યારે ભગુ વેળાએ યુવતીને કહ્યું કે, તું મારી સાથે સંબંધ રાખ હું તને ફેમસ કરી દઈશ. આ સાંભળતા જ યુવતીએ સ્પષ્ટ ના કરાતા ભગુએ તેને બદનામ કરી નાકહવાની ધમકી આપી અને દુષ્કર્મ ગુજર્યુ. આ ફરિયાદ બાદ હવે યુવતીને મેડીકલ ચેકઅપ સહીતની કાર્યવાહી ચાલુ કરવામા આવી છે. આ સમગ્ર મામલે વેરાવળ સીટી પોલીસે ફરિયાદ નોંધી 376 મુજબનો ગુન્હો મુજબ તપાસ હાથ ધરી છે.