ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ભાજપ, કોંગ્રેસ અને આ વખતે તો આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. દિગ્ગજ નેતાઓ પ્રચારમા લાગી ગયા છે. આ વચ્ચે ત્રણેય પક્ષના નેતાઓ આક્ષેપો અને નિવેદનોને કારણે ગુજરાતનુ રાજકારણ સતત ગરમાય રહ્યુ છે. આ દરમિયાન વધુ એક નેતાનુ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગેનો વીડિયો પણ ચારેતરફ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ દ્વારકાથી ભાજપના ઉમેદવાર પબુભા માણેકે વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે તેઓને મોંઘવારી નથી નડતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવ 200 રૂપિયે પહોંચે તો પણ તેમને વાંધો નથી. આવક લાખમાં જોઈએ,આ મોંઘવારી નથી ફુગાવો છે. 200 રૂપિયાનું પેટ્રોલ અમને પોસાશે.