ગુજરાતમા ચુંટણી નજીક આવતા દિગ્ગજ નેતાઓ રાજ્યમા પ્રચાર કરવા લાગી ગયા છે. આ સાથે નિવેદનોનો દોર પણ જામ્યો છે. હવે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે એક વિવાદીત નિવેદન આપ્યુ છે જેના કારણે ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. પ્રચાર સભા દરમિયાન ઇન્દ્રજીત પરમારએ કહ્યું હતું કે ઘણા લોકો એવી ચર્ચા ચાલી રહી છે કે પરતું તમે મારી માટે અલ્લાહ સમાન છો અને મારા મા-બાપ છો. વધુમાં મુસ્લિમ સમાજએ મને પેટીઑ ભરીને મત આપ્યા હોવાથી હું લીધે ધારાસભ્ય બન્યો છું.
મારી માટે તમે અલ્લાહ સમાન છો, મા-બાપ છો.
આ દવાખાનું પેલી બાજુ (હિંદુ વિસ્તારમાં)જાય તો કોઈ કામનું નથી. એમને દવાખાનાની જરૂર જ નથી! હું મુસ્લિમ સમાજના લીધે ધારાસભ્ય બન્યો છું.
હું બાંહેધરી આપું છું કે હિંદુ વિસ્તારમાં દવાખાનું નઈ જવા દઉ
– ઇન્દ્રજીત પરમાર (કોંગ્રેસના ધારાસભ્ય) pic.twitter.com/d7c5aToDwa
— Pradipsinh Vaghela (@pradipsinhbjp) November 20, 2022
આ બાદ ઇન્દ્રજીત પરમારે કહ્યું કે આ દવાખાનું પેલી બાજુ (હિંદુ વિસ્તારમાં) જાય તો કોઈ કામનું નથી. એમને દવાખાનાની જરૂર જ નથી. “હું બાંહેધરી આપું છું કે હિંદુ વિસ્તારમાં દવાખાનું નઈ જવા દઉ”. ઇન્દ્રજીત પરમારે આપેલા આ નોવેદનનો વીડિયો હવે ચારેતરફ વાયરલ થયો છે. ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ નીશાન સાંધતા ટ્વીટ કર્યુ છે.
થોડા દિવસ પહેલા કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરના નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વિટ કરી કહ્યુ છે કે આ શરમજનક શબ્દો છે. એટલુ જ નહીં હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ જઈ રહી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હારથી કોઈ બચાવી શકે નહીં.