Jamnagar News: જામનગરમાં ત્રણ મહિલા આગેવાનો વચ્ચે બનેલા અણ બનાવવાની ઘટનામાં હાઈ કમાન્ડની દરમિયાનગીરીથી ઘીના ઠામમાં ઘી જેવી ઘટના હાલમાં સામે આવી રહી છે. કારણ કે આ ઘટના આકા ગુજરાતમાં ચર્ચાઈ હતી અને રિવાબા તેમજ પૂનમબેન તો જાણીતો ચહેરો જ છે.
ગત શનિવારે સાંજે ત્રણેય આગેવાનોને પાર્ટી હાઈ કમાન્ડમાંથી ફોન આ્યા હોવાનું પણ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હવે પછી મૌન રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
સાંસદ પૂનમબેન મેડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારીને સોમવારે પાર્ટી હાઈ કમાન્ડનું તેડું આવ્યું હતું અને
ત્રણેય આગેવાનોને ગાંધીનગર બોલાવીને સમજાવી દીધા હોવાની વાત સુત્રો દ્વારા બહાર આવી રહી છે.
એકદમ નાની ઉંમરે અમદાવાદના કુશ પટેલે લંડનમાં કર્યો આપઘાત, 11 દિવસ બાદ તો લાશ મળી, જાણો શું હતું કારણ
જામનગરમાં ચાલી રહેલી સતત બયાનબાજીથી ઊભી થઈ રહેલી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પાર્ટી હાઈ કમાન્ડે તાત્કાલિક પગલું લીધું અને ત્રણેય મહિલા નેતાઓને સમજાવી દીધી હોવાની વાત હાલમાં સુત્રો દ્વારા કહેવામાં આવી રહી છે.