ગુજરાત પર નવા XE વેરિયન્ટનો ખતરો છે. ગાંધીનગર શહેરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના એકસાથે 33 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફન્સ કરી માહિતી આમતા કહ્યુ કે ગુજરાતમાં માસ્ક પહેરાવાનો અને સોશિયલ ડિસ્ટન્સનો નિયમ યથાવત રહેશે. સ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. નવા નોંધાયેલા કેસો બાદ તેમણે કહ્યુ કે વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગને જાણ કરવી.
આ સાથે મનોજ અગ્રવાલે માહિતી આપી હતી કે ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં બહારથી આવેલા બાળકો પોઝિટિવ આવ્યા છે અને હવે તેમની હિસ્ટ્રી ચેક કરવામા આવી રહી છે. આ વિશે વિગતે વાત કરીએ તો આજે વધુ 18 વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 167 વિદ્યાર્થીઓના સેમ્પલ લેવાયા છે. ગઇકાલે 15 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ અને આજે 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા કુલ 33 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે.
આ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ ક્વોરન્ટાઈન કરાયા છે. નવા XE વેરિયન્ટ અંગે વાત કરતા મનોજ અગ્રવાલે કહ્યું કે ઓમિક્રોન કરતા XE વેરિયન્ટની સંક્રમણ ક્ષમતા વધારે છે જેથી હોસ્પિટલાઈઝેશન જરૂરી બને છે. હાલ દેશમા 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો બુસ્ટર ડોઝ ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ નવા વેરિયન્ટ XEનો પહેલો કેસ બુધવારે મુંબઈમાં નોંધાયો જે બાદ દર્દીની સ્થિતિમા સુધારો હતો અને તેના સંપર્કમાં આવતા લોકો કોરોના નેગેટિવ આવ્યા હતા.