આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રકિયા શરૂ કરી દીધી છે અને ભાજપ પણ હવે ટૂંક સમયમાં જ જાહેર કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ ગઇ છે. પણ નામો હજુ હબહાર નથી આવ્યા. ત્યરારે આજે ભાજપ ઉમેદવારોની પસંદગી માટેનો આજે અંતિમ દિવસ છે. એ પહેલાં CR પાટીલે ઉમેદવારોની પસંદગીને લઇને મોટું નિવેદન આપ્યું છે.
જો આ નિવેદન વિશે વાત કરીએ તો CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપના નેતાઓના કોઈ પણ સગાંને ટિકિટ નહીં મળે, ધારાસભ્ય, સાંસદ કે પૂર્વમંત્રી હશે તો તેમના સગાંને ટિકિટ નહીં મળે. જે બાદ હવે ચારેકોર હોબાળો મચી ગયો છે અને મોટા મોટા નેતાઓની આશા પર પાણી ફરી વળ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે. આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં ઘાટલોડિયા, નિકોલ, વટવા સિવાય 13 બેઠકોના સેન્સ લેવામાં આવશે.
સૌથી મોટી વાત જાણવા મળી છે કે અમદાવાદની 16 બેઠકો માટે આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ તમામ બેઠકો ઉપર ભાજપમાંથી 500 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ 62 અસારવા, બાપુનગર માટે 51એ દાવેદારી નોંધાવી છે. જ્યારે ઘાટલોડિયા માટે એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. તો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયેલા 6 નેતાઓએ પણ ટિકિટની માંગ કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આજે કોના કોના નામ જાહેર થાય છે.