ચક્રવાતી તોફાન બિપરજોય અરબી સમુદ્રમાંથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આગામી થોડા કલાકોમાં તે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું છે કે સુપર સાયક્લોન સાંજે 4-5 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. 46 હજાર લોકોને બહાર કાઢીને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે.
કલેક્ટરે ANIને જણાવ્યું કે 46 હજાર લોકોની સાથે 20 હજારથી વધુ પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તમામ આશ્રય ગૃહોમાં રાશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રોડ ક્લિયરન્સ માટે 50 ટીમો તૈયાર રાખવામાં આવી છે.
વાવાઝોડું કેટલું દૂર છે?
ચક્રવાત બિપરજોય હાલમાં જખૌ બંદરથી 165 કિમી, દ્વારકાથી 195 કિમી, નલિયાથી 195 કિમી, પોરબંદરથી 275 કિમી, કરાચી (પાકિસ્તાન)થી 255 કિમી દૂર છે. માંડવી, દ્વારકા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તેમજ ભારે વરસાદ પડી રહ્યો છે.
વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છ અને જખૌ બંદરની આસપાસ ત્રાટકે તેવી શક્યતા છે. દરિયાકાંઠે અથડાવા પર, પવનની ઝડપ 115 કિમી પ્રતિ કલાકથી 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયામાં 2.5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે.
બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ વચ્ચે આ છે રેલવેનો એક્શન પ્લાન, ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી
14 દેશો, બે લાખ લોકોના મોત અને ચારેકોર વિનાશ… 19 વર્ષ પહેલા સુનામીની તબાહી જોઈને પણ સહન નહીં થાય
સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક લીધી હતી
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચક્રવાત ‘બિપરજોય’ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જામનગર એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, એરપોર્ટ દ્વારા 14, 15 અને 16 જૂન માટે નોટિસ જારી કરવામાં આવી છે, જે મુજબ બપોરે 1:30 થી સાંજના 4:00 વાગ્યા સુધી તમામ ફ્લાઈટની અવરજવર સ્થગિત કરવામાં આવી છે.