વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી, ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Biparjoy Cyclone: અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બપોરજોયની ફરી દિશા બદલાઈ છે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.

અરબી સમુદ્રમાં આવનાર ચક્રવાત બિપરજોય આગામી 24 કલાકમાં વધુ ખતરનાક બનવાની આશંકા છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે કહ્યું કે તે અરબી સમુદ્રમાં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. રવિવાર અથવા સોમવાર સુધીમાં તે ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. 10 થી 12 જૂન દરમિયાન 80 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.આ કારણે IMDએ ગુજરાત, કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપના માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. ગુજરાતના વલસાડના તિથલ બીચને 14 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વાવાઝોડાનું કેન્દ્ર ગુજરાતના પોરબંદરથી 640 કિમી દૂર છે

હવામાન વિભાગે જણાવ્યું હતું કે હાલમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં પોરબંદરથી 640 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે. રવિવાર અથવા સોમવાર સુધીમાં તોફાન દક્ષિણ ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે. આ કારણે માછીમારોને દરિયાકાંઠે પાછા ફરવા માટે કહેવામાં આવ્યું હતું અને તમામ બંદરોને ડિસ્ટ્રેસ વોર્નિંગ સિગ્નલ મોકલવા સૂચના આપવામાં આવી હતી.

દરિયાકાંઠાના ગામોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા

સુરત કલેક્ટરે મીડિયાને જણાવ્યું કે અમે એલર્ટ મોડ પર છીએ અને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે અને દરિયાકાંઠાના ગામોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો તેમને સલામત સ્થળે ખસેડવામાં આવશે.

ગુજરાતના વિવિધ બીચ બંધ કરાયા

વાવાઝોડાને લઈ કંડલા પોર્ટ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. આજે સાંજથી કંડલા પોર્ટ પર જહાજના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અબડાસા, જખૌ સહિત કાંઠાળપટ્ટાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી 23 ગામને સ્થળાંતર કરવાની તૈયારી કરવામાં આવી છે. સલામતીને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડુંની શક્યતાને પગલે માંડવી બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે.

આ પણ વાંચો

ભારતમાં રહેનારને ભારત પ્રત્યે વફાદાર રહેવું જ જોઈએ, કોંગ્રેસ નેતાને હાઈકોર્ટે જાટકી નાખ્યાં, જાણો શું છે રાજકીય મામલો

ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફરમાન, હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય તો તમામ સનાતનીઓએ ઘરની બહાર ધાર્મિક ધ્વજ અને કપાળ પર તિલક લગાવો

જો તમે હરિદ્વાર જવાના હો તો ધ્યાન આપો! મંદિરોમાં ટૂંકા કપડામાં પ્રવેશ નહીં મળે, પગરખાં અને ચપ્પલ પહેરવાની પણ મનાઈ

આગામી ત્રણ દિવસ સુધી પવન 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે

અમદાવાદના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂનના રોજ પવન 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. પવન પણ 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.


Share this Article