Biporjoy Cyclone: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની નવી અપડેટ સામે આવી છે. જેમાં બિપરજોય વાવાઝોડું 8 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે. જે પેહલા 10 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું હતું.
મળતી માહિતી મુજબ, બિપરજોય વાવાઝોડુ દરિયાઈ સીમામાં ગુજરાત કોસ્ટ વિસ્તારથી થોડુ જ દૂર નોંધાયું છે. દ્વારકાથી 290 કીમી દૂર હતું જે હાલ 300 કિમી દૂર છે. તેમજ પોરબંદરથી પહેલા 320 કિમી હતું જે હાલ 330 કિમી દૂર ગયું છે. અને જખૌથી પેહલા 320 કિમી દૂર હતું જે અત્યારે પણ તેટલું જ દૂર છે. વાવાઝોડુ અત્યારે થોડુ દૂર ગયું છે પરંતુ તે વળાંક લઈ ફરી નજીક આવશે.
આ પણ વાંચો
વાવાઝોડાથી અમારા જીવને પણ ખતરો છે, દરિયાકાંઠે રહીએ છીએ, અમારી ખબર પૂછવા પણ કોઈ નથી આવ્યું
વાવાઝોડું નલિયાથી પહેલા 330 કિમી દૂર હતું જે હાલ 340 કિમી દૂર ગયું છે તો કરાંચીથી 440 કિમી વાવાઝોડું દૂર છે તમને જણાવી દઈએ કે, વર્તમાન સમયમાં વાવાઝોડું ધીમે ધીમે દૂર જઇ રહ્યું છે. પરંતુ તે અત્યારે થોડું દૂર ગયું હોય પરંતુ તે વળાંક લઈ ધીરે ધીરે નજીક આવશે અને જખૌ પોર્ટ નજીક ત્રાટકશે તેવી વિગતો છે.