Gujarat weather report : ભાદરવામાં મેઘરાજાએ મહેર કરીને ભરપૂર કરી દીધા છે. જેના કારણે ખેડૂતોની ચિંતા ઓછી થઇ ગઇ છે. ત્યારે હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા પ્રમાણે, રાજસ્થાનમાં બનેલી સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે સોમવારે આગાહી કરતા જણાવ્યું છે કે, હજી પાંચ જિલ્લામાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે ક્યાં ક્યાં વરસાદ થશે તે જાણીએ.
હવામાન વિભાગન વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, આજે પાટણ, મોરબીમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે બનાસકાંઠા, દ્વરકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે. હવામાન વિભાગના મેપ મુજબ, ગુરૂવારના રોજ કચ્છ, પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી.
બુધવારના હવામાન અંગે તેમણે જણાવ્યુ કે, 20 સપ્ટેબરે દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે 20મી તારીખે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી. અમદાવાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે, શહેરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત માછીમારોને 20મી તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
નોઇડામાં 21 અને 22 સપ્ટેમ્બરે શાળાઓ અને કોલેજો બંધ રહેશે, આ કારણે લેવામાં આવ્યો નિર્ણય
ગણેશ ચતુર્થી પહેલા ટાઈગર શ્રોફે શેર કર્યો ‘ગણપત’નો ફર્સ્ટ લૂક, કૃતિ સેનન સાથે ફરી જોવા મળશે
BREAKING: કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે
રવિવારે અમદાવાદમાં 6 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ સાથે સવારના 6થી રાત્રિના 8 કલાક સુધીમાં શહેરમાં સરેરાશ 2.92 એમએમ વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરમાં આ સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ 31 ઈંચ જેટલો થયો છે. સાબરમતી નદીમાં 13 હજાર કયુસેકથી વધુ પાણીની જાવકને પગલે વાસણા બેરેજના 10 દરવાજા 2થી 4 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા.