ડાંગ જીલ્લામાં ભાજપ સંગઠનમાં વધુ 8 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. ત્યારે દશરથ પવારના સમર્થનમાં 8 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. દશરથ પવારે બે દિવસ પહેલા જ જીલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે એક સાથે 8 હોદ્દેદારોનાં રાજીનામાથી જીલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ડાંગ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 13 લોકોનાં રાજીનામાં પડ્યા છે.
મંગળવારે પણ હોદ્દેદારોએ રાજીનામું આપ્યું હતું
2 દિવસમાં ડાંગ જિલ્લા સંગઠનમાં 3 હોદ્દેદારોએ રાજીનામું આપતા ભાજપમાં હડકંપ સર્જાયો છે.તમને જણાવી દઈએ કે, અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ અને આહવા મંડળના પ્રમુખે રાજીનામું આપ્યું હતું. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે રાજીનામું આપ્યું હતું. વાત જાણે એમ છે કે, ડાંગ પંથકમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી દશરથ પવારે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું હતું.
મારા મતે રિબાવા કરતાં રાજીનામું આપી દેવું સારુંઃ દશરથ પવાર
ડાંગ જિલ્લાનાં આઠ હોદ્દેદારોએ એક સાથે રાજીનામુ આપી દેતા જિલ્લામાં રાજકીય સ્તરે ભૂકંપ આવી ગયો છે. આ સાથે જ ડાંગ જિલ્લામાં કુલ 13 લોકોનાં રાજીનામા પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં ભાજપ પ્રમુખ પદ ઉપરથી રાજીનામા બાદ દશરથ પવારે કહ્યું. છેલ્લા બે મહિનાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો હતો. અને આખરે મે રાજીનામું આપવાનું જ યોગ્ય સમજ્યું. મારા મતે રિબાવા કરતાં રાજીનામું આપી દેવું સારું.
ભારતમાં ફરી મળ્યો ‘ખજાનાનો ભંડાર’, આ રાજ્ય બનશે માલામાલ, એવા એવા જૂના તત્વો મળ્યા કે પૈસાનો ઢગલો થશે
લોટ બાદ હવે જીરું, લાલ મરચું, લવિંગ અને ડ્રાયફ્રૂટ્સના ભાવમાં તોતિંગ વધારો, સાત દિવસમાં સીધા ડબલ ભાવ
કોણે કોણે રાજીનામા આપ્યા
ડાંગ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દક્ષા પટેલ
ડાંગ જિલ્લા આહવા તાલુકા આદિજાતિ મોરચાના પ્રમુખ નરેશ ડી. વળવી
ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચા ઉપપ્રમુખ રાહુલ બચ્છાવ
ડાંગ જિલ્લા આહવા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન જી. પટેલ
ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ તુષાર આર. ખરે
આહવા તાલુકા અનુસૂચિતજાતી મોરચાના પ્રમુખ હેમંત આર. ખરે
આહવા તાલુકા લઘુમતી મોરચા ના મહામંત્રી આમીન એમ. શાહ
વઘઇ તાલુકા ભાજપ પ્રભારી સંજય પાટીલ એ આપ્યું રાજીનામુ