મે મહિનામાં પણ માવઠું ભુક્કા બોલાવી દેશે, જાણો એક અઠવાડિયાની ઘાતક આગાહી, તૈયારીમાં રહેજો

Lok Patrika Desk
By Lok Patrika Desk
rain
Share this Article

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીને બદલે રાજ્યમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે આગહી કરતા જણાવ્યુ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાનો માર યથાવત રહેશે. રાજ્યમાં ચાર દિવસ અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે. આપને જણાવીએ કે, ભરઉનાળામાં રાજુલા અને લાલપુર પંથકમાં ત્રણ ઈંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટ સહિતનાં અનેક વિસ્તારોમાં છૂટા-છવાયા ઝાપટાં વરસ્યા હતા. બાબરીયાધાર ગામે ઉતાવળી નદીમાં ઘોડાપુર આવતા ટ્રકમાં જતાં પાંચ લોકો ફસાયા હતા. તો બીજી બાજુ હરીપર ગામમાં તોફાની વરસાદથી ભાગવત કથાનો ડોમ તૂટી પડચા છ શ્રોતાઓ ઘવાયા હતા. વરસાદી માહોલને કારણે ગુજરાતના ખેડૂતો પણ ચિંતામાં સરી પડ્યા છે.

rain

હવામાનની આગાહી પ્રમાણે, ત્રીજી તારીખે દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ડાંગ, નર્મદા અને તાપી; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

rain


Share this Article
TAGGED: , ,