ગુજરાત સરકારે સોમવારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે તેણે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનને વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે, જ્યાં 30 ઓક્ટોબરે પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની બેન્ચે અગાઉ સૂચવ્યા મુજબ રાજ્ય સરકાર પીડિતોના નજીકના સંબંધીઓને વળતરની રકમ રૂ. 6 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવા સંમત થઈ હતી.
તેના સોગંદનામા દ્વારા રાજ્ય સરકારે સોમવારે કોર્ટને જાણ કરી હતી કે તે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનનું “વિસર્જન” કરશે અને “ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમ 263 હેઠળ કાર્યવાહી કરશે અને મોરબીના તત્કાલીન ચીફ ઓફિસર એસ વી ઝાલા” સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરશે.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે “અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને રૂ. 4 લાખનું વધારાનું વળતર ચૂકવવાનો” નિર્ણય લીધો છે અને કુલ વળતર રૂ. 10 લાખ થયું છે.
મળતી માહિતી મુજબ મોરબી નગર પાલિકા અને સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. આ બાદ મોરબી નગર પાલિકાને વિસર્જિત કરવાના સમાચાર સામે આવ્યા છે. મોરબી જુલતા પુલના કટકા થયા એમાં 134થી વધારે લોકોનો જીવ ગયો છે. હવે મોરબી જુલતા ગોઝારી દુર્ઘટના પછી ગવર્નમેન્ટ રિઝોલ્યુશન GR બહાર પાડ્યો હતો કે, આ દુર્ઘટનામાં 141 લોકોના મૃત્યુ થયા છે.