આપણો દેશ ભારત તહેવારોનો દેશ માનવામાં આવે છે. કારણ કે અહીં બધા લોકો સાથે મળીને હોળી, દિવાળી, ઈદ, નાતાલ વગેરે જેવા તમામ તહેવારો આનંદથી ઉજવે છે. ભારતમાં ઉજવાતા તમામ પ્રકારના તહેવારોની પાછળ એક સત્ય ઘટના છે, જે ઈતિહાસના પાના પર લખાયેલ છે અને તે બધા તહેવારો સદીઓથી ચાલ્યા આવે છે, જે એક રિવાજ જેવો બની ગયો છે જેને દરેકે અનુસરવો પડે છે. પોતાની રીતે.
આવો જ બીજો દિવસ છે જેને વેલેન્ટાઈન ડે તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસને આપણે પ્રેમનો દિવસ કહીએ છીએ અને દર વર્ષે ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. વેલેન્ટાઈન ડે બે પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ તહેવાર ખાસ કરીને યુવાનો દ્વારા વધુ ઉજવવામાં આવે છે.
વેલેન્ટાઇન ડે દર વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે, તે પ્રેમ અને રોમાંસનો તહેવાર છે, આ દિવસે લોકો તેમના પ્રેમી-ગર્લફ્રેન્ડ અથવા જીવનસાથીને ભેટો અને સંદેશાઓ મોકલે છે. વેલન્ટાઈન વિક એક સપ્તાહ સુધી એટલે કે 7થી 14 ફેબ્રુઆરી સુધી ઉજવવામા આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર પ્રેમીઓ પોતાના મનગમતા પાત્રને ભેટ આપે છે. 7 ફેબુઆરીથી વેલન્ટાઈન વિકની શરૂઆત થઈ રહી છે. ઘણા પ્રેમાળ યુગલો વેલેન્ટાઇન વિકની આતુરતાથી રાહ જોતા હોય છે જેથી તેઓ તેમના જીવનસાથી તથા પ્રેમી સમક્ષ પ્રેમનો એકરાર કરી શકે. પ્રેમ કરતા લોકો માટે વેલન્ટાઈન વિક કોઈ તહેવારથી ઓછો નથી.
સામન્ય રીતે વેલન્ટાઇન ગીફ્ટમા ડાન્સીંગ કપલ, રોમેન્ટીક કપલ જોવા મળતા હોય છે. પરતુ઼ં ચાલુ વર્ષે બજારમાં વેલન્ટાઇન ગીફ્ટમા કપલમા અલગ અલગ ,દિવસ થીમ અને જુદા જુદા દાયકા તથા પેઢીની ઝલક વેલેન્ટાઇન ગીફ્ટમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગીફ્ટ્સમાં કપલમાં તેની અવસ્થા યુવાન હોય તું જોવા મળતું હતું પરંતુ હવે તેમાં ટ્રેન્ડ બદલાયો છે ગિફ્ટમાં હવે લવ કપલમાં વૃદ્ધાવસ્થા દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત તે જિંદગીની દરેક ક્ષણ અને સમયમાં સાથે હોય તેવા સિમ્બોલ તથા થીમ વાળા ગીફ્ટ લોકોને પસંદ આવી રહ્યા છે. આ વર્ષે લવ ટેમ્પરેચર માપતી ગીફ્ટ ડિમાન્ડમાં છે. ચાલુ વર્ષ ગી્ફ્ટમા 90ના દાયકાની ઝલક જોવા મળી છે. જેમા કપલ અલગ અલગ ટેલિફોન બુથ, ઝરુખા, ગાર્ડનમા, બીચ જગ્યા પર પ્રેમની અભિવ્યક્તિ કરતા શો પીસ જોવા મળે છે.
વેલન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરી રોઝ ડેથી થાય છે, ત્યારપછી પ્રપોઝ ડે, ચોકોલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે, અને વેલન્ટાઇન ડે. તો આ વર્ષે તમારા પ્રિય પાત્રનું લવ ટેમ્પરેચર માપો અને તમારા વેલન્ટાઇનને આપો આ લવ ટેમ્પરેચર માપતી ગીફ્ટ