21 ભૂદેવોએ અંબાજીમાં પ્રસાદ તરીકે મોહનથાળ શરૂ કરવાની માંગ કરી, સાથે જ લાલઘૂમ થઈને કહ્યું- માંગ નહિ સ્વીકારો તો…

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે અંબાજી મંદિરમાં મા અંબેને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટ પહેરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતીઅંબાજી મંદિરમાં ત્રીજી માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભકતોને ચીક્કીનો પ્રસાદ આપતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભક્તો છેલ્લા 7 દિવસથી વિવિધ રજૂઆતો અને વિરોધ કરીને મોહનથાળ ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. છતાં પણ મંદીરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ ન કરાતાં ગઇકાલથી બ્રહ્મસમાજ દ્વારા રોજનો 200 કિલો મોહનથાળ બનાવીને અંબાજી મંદિરમાં ભક્તોને આપવામાં આવી રહ્યો છે.બ્રહ્મ સમાજ દ્વારા મા અંબાને મોહનથાળ ધરાવીને તે મોહનથાળનો પ્રસાદ ભૂદેવો પાલનપુર કલેક્ટર કચેરીએ લઈને પહોંચ્યા હતા. અંબોટી પહેરીને ભૂદેવોએ મોહનથાળ હાથમાં લઈને માતાજીની સ્તુતિ કરી અને 108 વખત અખંડ ધૂન બોલાવીને મોહનથાળનો પ્રસાદ નાયબ કલેક્ટરને અર્પણ કર્યા હતો અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળ શરૂ કરાય તેવી ઉગ્ર માંગ કરી હતી અને જો જલદીથી મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

લાલબત્તી સમાન કિસ્સો: હોળી રમીને બાથરૂમમાં ન્હાતા 2 દંપતીના મોત, ગેસ ગીઝરના ઝેરી ગેસના કારણે અવસાન પામ્યા

ગુજરાતમાં ચમત્કાર: 2 દિવસથી સાબરકાંઠામાં જમીનમાંથી નીકળી રહ્યા છે ધૂમાડા, લોકોના પગ દાઝ્યા, ફાયર વિભાગ પણ ફેલ

10 Photos: ભાભીએ દેવરના કપડા ફાડ્યા, ચાબુકથી માર માર્યો, 40 દિવસની બ્રજ હોળીનો આજે અંત, જુઓ અદ્ભૂત નજારો

જ્યા સુધી મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં થાય ત્યાર સુધી મોહનથાળનો પ્રસાદ ભક્તોને આપવા માટે હવે અનેક લોકો બ્રહ્મ સમાજને દાન આપી રહ્યા છે અને અત્યાર સુધી 30 દિવસ સુધીના પ્રસાદના નાણાં એકત્રિત થઈ જતા રોજ અંબાજી મંદિરમાં આવતા ભક્તોને પ્રસાદ ખવડાવામાં આવશે. ભૂદેવોએ કહ્યું હતું કે, અમે આજે કલેક્ટરને પ્રસાદ આપ્યો છે તે ખાઈને તેમને માતાજી સદબુદ્ધિ આવે જેથી માતાજીના ધામમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે.


Share this Article