અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આવી ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવાનું એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હવે નહીં ચાલે શાળાઓની મનમાની, શાળામાં એડમિશન, ખાનગી કોચિંગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગાજી રહ્યો છે, એટલે કે વિદ્યાર્થીઓને શાળામાં ગેરહાજર રાખી ખાનગી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવાની છૂટછાટ આપતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી અધિકારીઓએ કરી લીધી છે.
ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવા આદેશ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ ડમી શાળાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેમજ સંચાલકોને આવી રીતે ડમી શાળાઓ નહીં ચલાવવા તાકીદ કરી છે. તેમ છતાં જો સંચાલકો આ પ્રકારે ડમી શાળાઓ ચાલુ રાખશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. આવી શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્રથી જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલના સમય દરમિયાન વિદ્યાર્થી ગેરહાજર ન રહે અને ક્લાસિસમાં હાજર હોય તેવું ન બને તે માટે કડક સૂચના અપાઈ છે.
CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. થોડા દિવસ પહેલા માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ધીરેન વ્યાસ અને ડૉ. પ્રિયવદન કોરાટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જેમાં રાજ્યમાં આવેલી ડમી શાળાઓની તપાસ કરી, આવી શાળાઓ બંધ કરવા અને આ શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આ પણ વાંચો
PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ઘાટન, સમારોહમાં જોવા મળી બધા ધર્મોની ઝલક
IIFA 2023: લુંગી પહેરીને ખૂબ નાચ્યો સલમાન ખાન તો રિતિક રોશને વિક્કીને શિખવ્યો ડાન્સ
IPL 2023 Final: 59 દિવસ, 73 મેચો બાદ, IPLના નવા વિજેતાનો નિર્ણય એક લાખથી વધુ દર્શકોની સામે થશે
તેમણે પત્ર દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કર્યા બાદ IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-10ની પરીક્ષા પાસ કર્યા બાદ કોચિંગ ક્લાસ ધોરણ-11થી જ શરૂ થાય છે. વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવે છે અને ડમી શાળાઓમાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે. આવી ડમી સ્કૂલો બંધ કરવાની માંગ ઉઠી હતી.