વલસાડના નેતાને કોક બુદ્ધિ આપો! સારા વરસાદ બદલ ભગવાનની કથા કરી, પછી ફાર્મમાં દારુની એવી મહેફીલ જમાવી કે 25 લીટર દારૂમાં બધું રેલમછેલ

Lok Patrika
By Lok Patrika
Share this Article

વલસાડના કાંજણ હરી ગામમાં ચાલતી એક શરાબ કબાબની મહેફિલ પર વલસાડ ન્ઝ્રમ્ પોલીસે મોડી રાત્રે દરોડો પાડી રંગમાં ભંગ પડયો હતો. જયા પોલીસે ૨૫ લીટરથી વધુ વિદેશી દારૂ અને અનેક મોંઘીદાટ ગાડીઓ સહિત લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ૪૧ આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન વલસાડના નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલ સહિતના આગેવાણો પણ દારૂની મહેફિલ માણતા પોલીસ ઝપટે ચડયા હતા.

જેને પગલે પોલીસના આ દરોડા ટોક ઓફ ધી ટાઈન બન્યો છે. સારો વરસાદ થતાં લોકો લાપસીના આંધણ મૂકી ખુશી મનાવે છે. પરંતુ વલસાડમાં એક નેતાએ સારો વરસાદ વરસવાની ખુશીમાં કથા કરાવ્યા બાદ શરાબ કબાબની મહેફીલનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે. નેતાના ફાર્મમાં મહેફિલ જામી હતી. આ દરમિયાન પોલીસ ત્રાટકતા નાશભાગ મચી જવા પામી હતી.અડધી રાત્રે પોલીસે બોલાવેલા સપાટાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

જાે કે પૂરી તૈયારી સાથે પહોંચેલી વલસાડ એલસીબીની ટીમે આ કાર્યવાહીમાં પાર્ટીની મોજ માણતા રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકોને વિદેશી દારૂ સાથે રંગે હાથ દબોચી લીધા હતા.આ દરમિયાન પોલીસે વિદેશી દારૂનો જથ્થો, પાંચ મોંઘીદાટ કાર, બુલેટ અને બાઇક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી આગળ ધપાવી હતી.
મોડી રાત્રે સ્થળ પરથી ઝડપાયેલા તમામ આરોપીઓને પોલીસે બસમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન લાવી હતી અને સવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા હતા.

આ વેળાએ દારૂની મોજ માણતા ઝડપાયેલ આરોપીઓ પોતાનો ચહેરો છુપાવતા જાેવા મળ્યા હતા.પોલીસના આ દરોડા દરમિયાન નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ , ઉપ સરપંચ ધર્મેશ પટેલ સહિત ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોની સાથે તેમના સમર્થકો પણ પાર્ટી માણી રહ્યા હતા. પાર્ટીમાં ઝડપાયેલા નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ પણ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વલસાડમાં સારો વરસાદ થતાં સારા વરસાદની ખુશીમાં સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલે તેમની ગ્રામ પંચાયતના તેમના સભ્યો અને સમર્થકોને પાર્ટી આપવા અને ખુશી મનાવવા પહેલા કથાનું આયોજન કર્યું હતું અને કથા બાદ શરાબ અને કબાબની મહેફીલનું આયોજન કર્યું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly