હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અરબ સાગરમાં સક્રિય થયેલા બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. ત્યારે વાવાઝોડાની સૌથી વધુ અસર દરિયાકિનારે દ્વારકા અને કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. અત્યારે આ બંને જિલ્લામાંથી આઇવોલ પસાર થઈ રહી છે.

IMDના ડાયરેક્ટર ડો. મૃત્યુંજય મહાપાત્રાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘અત્યારે 15થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં લેન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે. જેના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ છે. ત્યારે અતિભારે વરસાદ ખાબકે તેવી આગાહી છે. મધરાત સુધી લેન્ડફોલ શરૂ રહેશે.’

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કચ્છ અને દ્વારકામાં લેન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે. આ વાવાઝોડાની આંખનો વ્યાસ 50 કિલોમીટર છે. જે ગતિએ ચાલી રહ્યું છે તે હાલમાં 13થી 14 કિલોમીટરની છે. તે પ્રમાણે વાવાઝોડાને પસાર થતા પાંચ કલાક થશે. જયારે આખું વાવાઝોડું લેન્ડફોલ થતા મધરાત થશે.આ ઉપરાંત આંખની આસપાસ હવાની ઝડપ 125થી 150 કિલોમીટર હશે. આંખ આવશે ત્યારે હવાની ઝડપ ઘટીને 5થી 10 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે અને ફરીથી જ્યારે આંખની દીવાલ પસાર થશે ત્યારે હવાની ઝડપ 125થી 150 કિલોમીટર પ્રતિ કલાક હશે.

આ પણ વાંચો

બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ વચ્ચે આ છે રેલવેનો એક્શન પ્લાન, ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી

14 દેશો, બે લાખ લોકોના મોત અને ચારેકોર વિનાશ… 19 વર્ષ પહેલા સુનામીની તબાહી જોઈને પણ સહન નહીં થાય

કંડલા અને મુન્દ્રા પોર્ટ ખાલી કરાવાયા! ગાંધીધામ સહિત કચ્છના અનેક ગામો ઝડબેસલાક બંધ, લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

જયારે વાવાઝોડાની આંખ પસાર થશે ત્યારે જે તે વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ ખાબકશે. આ ઉપરાંત દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદ પડે તેવી શક્યાતા છે.


Share this Article