ભવર મીણા, પાલનપુર: રાજસ્થાન તેમજ ગુજરાતના અનેક સ્થળે ધૂણીઓ ધખાવનાર ડુંગરા સો પરમેશ્વરાની પાવન ધરા પર ફાગણ વદ પાંચમ દિવસે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.દેશભરમાં અનેક સ્થળે ડુંગરપુરી મહારાજ ની ધૂણીઓ આવેલી છે પરંતુ અમીરગઢની ધુણી પર કેમ દર માસની પાંચમના દિવસે ભજન કીર્તન તેમજ ફાગણ વદ પાંચમના દિવસે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે. જાણો લોકપત્રિકાના માધ્યમથી સુ છે વિશેષ…
ગુરુભક્તોના જણાવ્યા મુજબ દેવ શ્રી ડુંગરપુરી જી મહારાજે રાજસ્થાનના ચોહટન ગામમાં જન્મ લીધો હતો અને ભક્તિના રંગે રંગાયા બાદ તેઓ દેશભરમાં ભક્તિ કરતા ફર્યા હતા જોકે જ્યાં તેઓએ વિશ્રામ લીધો ત્યાં તેમને ધુણી લગાવી હતી.
જે મુજબ અમીરગઢ તાલુકાના અનેક ગામોમાં ધુણી લગાવ્યા બાદ તેઓએ અમીરગઢ રેલવે સ્ટેશન સામે પોતાની ધુણી લગાવી હતી એ ફાગણ વદ પાંચમના દિવસે અમીરગઢની ધરા પર જીવંત સમાધિ લીધી હતી. તેઓએ સમાધિ લીધા બાદ અનેક ગુરુભક્તોને દર્શન આપ્યા હોવાનું કહેવાય છે.
વિક્રમ સવંત 1967 ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધા બાદ ભક્તો દ્વારા દર વર્ષે પરંપરાગત અમીરગઢ પંથકના ભક્તો દ્વારા ઢોલના તાલે અને અબીલ ગુલાલના છોળા ઉડાવતા નાચગાન સાથે ધજા લઈ ઉમટે છે અને મંદિરની પરિક્રમા બાદ પાવન ધરા પર ધજા ચઢાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુ મહારાજની ધુણી પર શ્રધ્ધાળુઓ દ્વારા શીશ નમાવી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે.
તે ઉપરાંત રાત્રીના સમય ભજન ક્રિર્તનની રમઝટ વચ્ચે વાતાવરણ ભક્તિ મય બની જાય. નોંધપાત્ર છેકે આગામી આઠમના દિવસે ભાતીગળનો મેળો ભરાયા છે જેમાં રાજસ્થાન ગુજરાતના ભક્તો ઉમટી દર્શન નો લ્હાવો લેછે જોકે આ મેળામાં આદિવાસી લોકો આદિવાસી નૃત્યની રમઝટ જમાવે છે