સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવતા કથાકાર મોરારીબાપુએ પણ અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથમાં ભાવિકોને હવે મફત ભોજન આપવામાં આવશે. જેને લઈ વિદેશની ધરતી પર કથામાં વ્યાસ પીઠ પરથી મોરારીબાપુએ સોમનાથ ટ્રસ્ટને અભિનંદન આપ્યા હતા.
આ સાથે તેઓએ દરેક તીર્થસ્થાનોમાં શ્રદ્ધાળુઓ માટે મફત ભોજનની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી. વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં વર્ષે દહાડે હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે. જાેકે હવે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો ર્નિણય કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, હવેથી મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિકોને હવે મફત ભોજન મળશે.
વિદેશની ધરતી પર કથામાં વ્યાસ પીઠ પરથી મોરારીબાપુએ સોમનાથ ટ્રસ્ટને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મારી તો દરેક તીર્થસ્થાનો ને વિનંતી બધા શ્રદ્ધાળું ને ભોજન ની વ્યવસ્થા કરવી જાેઈએ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન ની વ્યવસ્થા ના સમાચાર મોરારીબાપુ એ જાણતા જ સોમનાથ ટ્રસ્ટને સાધુવાદ કહ્યા હતા.