અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી ઉપડશે સીધી ‘આસ્થા’ ટ્રેન, જાણો શું રહેશે સમય, તારીખ, ભાડું?

Desk Editor
By Desk Editor
Share this Article

Ayodhya News: અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે યાત્રિકોની સુવિધાને લઈ રેલવે વિભાગ દ્વારા 5 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જે વિવિધ સંબંધિત સ્ટેશનથી અયોધ્યા જશે.

આ અંગે રેલ્વે રાજ્ય મંત્રીએ ટ્વિટ કરી માહિતી આપી છે કે, ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા જવા ઇચ્છે છે, ત્યારે વિવિધ શહેરોમાંથી સીધી અયોધ્યા માટે આસ્થા ટ્રેનો શરૂ થવા જઇ રહી છે.

અયોધ્યા જનાર 5 ટ્રેનોમાંથી 4 ટ્રેનો તો માત્ર ગુજરાતથી જ ઉપડ્શે. મહત્વનું છે કે, આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે.

રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે X પર લખ્યું કે, આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ન ભારત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં પર લાખો કરોડો શ્રદ્ધાલુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારથી સ્થિત અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જે આ પ્રકારે છે.

આ રહી ટ્રનની વિગતો…

  • ટ્રેન 01: ઇન્દૌર-અયોધ્યા-ઇન્દૌર, તારીખ 03 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે
  • ટ્રેન 02: ભાવનગર-અયોધ્યા-ભાવનગર, તારીખ 09 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે
  • ટ્રેન 03: રાજકોટ-અયોધ્યા-રાજકોટ, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે
  • ટ્રેન 04: અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી ટ્રેન શરૂ થાય છે
  • ટ્રેન 05: સુરત-અયોધ્યા-સુરત, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે

Share this Article