પતિ પત્નીની અજીબ ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહી છે. ત્યારે એવી જ એક ઘટના સામે આવી છે વડોદરાથી, કે જ્યાં પતિ પત્નીને શારીરિક સુખ નહોતો આપતો અને પછી એવો ધડાકો થયો કે આખું ગુજરાત ચોંકી ગયું. વાત એવી છે કે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ લગ્નજીવનના 9માં વર્ષે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાના આક્ષેપ પ્રમાણે તેનો પતિ પુરુષ નહીં પરંતુ સ્ત્રી છે. આ ઘટના બાદ ચારેકોર હાહાકાર મચી ગયો છે.
આ મહિલાએ એવો કાંડ કર્યો કે પુરુષ બની વડોદરાની મહિલા સાથે છેલ્લા નવ વર્ષથી રહે છે. શહેરમાં રહેતી એક મહિલા મેટ્રોમોનિયલ સાઈટના માધ્યમથી પોતાના બીજા લગ્ન જીવન માટે સાથી શોધી રહી હતી અને ત્યારે જ ડોક્ટર વિજેતા નામના દિલ્હીમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા એક યુવક તેમને આડે આવ્યો અને એમની માહિતી ચેક કરી. આ વ્યક્તિ અને તેના પરિજનોનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં મનમેળ નહીં થતાં વાત આગળ ન વધી. જોકે, ફરિયાદી મહિલાના આ બીજા લગ્ન હોવાથી અને પહેલા લગ્નજીવનથી થયેલા બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રભુતામાં પગલાં પડવાનું નક્કી કર્યું અને પછી બન્યું એવું કે લગ્ન થતાં પ્રથમ રાત્રે જ મહિલા અને તેના પતિ ડોક્ટર વિજેતા વચ્ચે પતિ પત્ની જેવા કોઇ સંબંધો બંધાયો નહોતો કે જે દરેક પુરુષ સ્ત્રીને બંધાવો જોઈએ.
આમ ડોક્ટર પતિ ફરિયાદી મહિલાને શારીરિક સુખ આપવાથી દરેક વખતે દૂર જ ભાગતા હતા. જે બાદ અનેક વાર કકળાટ થતાં અને પતિના અજુગતા વર્તન બાદ ચોંકવનારી હકિકતનો પર્દાફાશ થયો. આખરે ડોક્ટર વિજેતાએ સ્વીકાર્યું હતું કે તે સ્ત્રી છે. આ વાત સામે આવતા જ ઘરના દરેક લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપીએ પોતે કેન્દ્ર સરકારના એક પૂર્વ મંત્રીનો નાજાયજ દીકરો હોવાની ઓળખ આપી હતી. એક મહિલાએ બીજી મહિલા સાથે પોતે પુરુષ હોવાની કહી લગ્ન કરી છેતરપિંડી તથા અનૈતિક સંબંધો રાખવા માટેના દબાણ કરવા બાબતે શહેરના ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ મૂળ દિલ્હીના અને ફરિયાદી મહિલાના પતિ તરીકે લગ્ન કરેલ મહિલાએ ફરિયાદીના બધા આક્ષેપો ખોટા ગણાવતાં કહ્યું હતું કે, મારી સ્ત્રી હોવાની વાસ્તવિકતા લગ્ન પહેલા જ મેં મારી પત્નીને જણાવી હતી પરંતુ તેણે મારી સાથે લાગણીના સંબંધો જોડાયા હોવાની વાત સ્વીકારી અને મારા જેન્ડર રિએસાઇમેન્ટની સર્જરી માટે સહમત થઈ લગ્ન કર્યા હતા.
સાથે જ આરોપીએ જણાવ્યું કે મારી પત્નીને વડોદરાના ભાયલી વિસ્તારમાં મકાન અપાવ્યા હોવાનું પણ કહ્યું હતું. 90 લાખની લોનના આક્ષેપ બાબતે આરોપી મહિલાએ સમગ્ર લોન દિલ્હીમાં જોઈન્ટ એકાઉન્ટમાં લીધી હોવાનું કહ્યું હતું. આ ફરિયાદ મામલે વડોદરાના ડીસીપી અભય સોનીએ કહ્યું કે, સમગ્ર મામલામાં પીડિત મહિલાએ લખાવેલી ફરિયાદ મુજબ અમે તપાસ કરી રહ્યા છે. જેમાં દિલ્હીની મહિલાએ પોતે પુરુષ હોવાની વાત કરી આ મહિલા સાથે છેતરપિંડી કરી લગ્ન કર્યા હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું હકીકત બહાર આવે છે અને કોણ સાચું તેમજ કોણ ખોટું.