રાજકોટના જેતપુર ખાતે વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત આવાસ યોજનાની લખપતિ દીદીના લાભાર્થીઓના ઘરે પહોંચી ડૉ દિપીકા સરડવાજીએ તેમના મંતવ્યો જાણી સંવાદ કર્યો. પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ દિપિકાબેન સરડવાજી ભાજપના 9 વર્ષના જનહિતલક્ષી અને વિકાસલક્ષી કાર્યોને ગુજરાતના ખુણે ખુણે પહોંચાડી રહ્યાં છે. ભાજપના નવ વર્ષના કાર્યકાળની હરણફાળ પ્રગતિ પ્રજા સમક્ષ રજૂ કરી ડૉ. દિપીકા સરડવાજી સાચા કાર્યકર્તા તરીકે ઉભરી આવ્યા.
આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં જન જન અને ઘર ઘર સુધી પહોંચી દેશની પ્રજા માટે લેવામાં આવેલા હિતલક્ષી નિર્ણયો, ભાજપે કરેલા વિકાસલક્ષી કાર્યો અને દેશની જનતાની સુખાકારી માટે ભાજપના રાજમાં ચાલતી યોજનાઓનો લાભ મળી રહે તેનાથી જનતાને વાકેફ કરવા માટે વિશેષ જન સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત આવાસ યોજનાની લાખપતિ દીદીના લાભાર્થી અમીનાબેન મકવાણા કાંતાબેન અને કલાવતીબેન સાથે ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દીપિકા સચિન સરડવાજી મુલાકાત કરી તેમના જીવનમાં થયેલ બદલાવ અંગેના તેમના મંતવ્યો જાણ્યા હતા અને તેમના નિવાસ્થાને મુલાકાત કરી સંવાદ કર્યો હતો અને મોદી સાહેબ ફરી એકવાર દેશના વડાપ્રધાન બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લખપતિ દીદી’ હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી આજે આશીર્વાદ આપી રહી છે. પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દીપિકા સચિન સરડવાજી લાભાર્થીઓ પાસે પોતે જઈ ભાજપ સરકારે ભેદભાવ સમાપ્ત કર્યો છે. લાભાર્થીઓમાં સરકાર નથી ધર્મ જોતી કે નથી જ્ઞાતિ જોતી પરંતુ બધાને એકસમાન મળે છે. આ પ્રકારે સરડવાજી દ્વારા ઉનાળાની આ 45 ડિગ્રી ગરમીમાં પણ તેઓ જન જન અને ઘર ઘર સુધી પહોંચી ભાજપ સરકારના 9 વર્ષના જનહિત લક્ષી તેમજ વિકાસકિય કાર્યોની ગાથાનું વર્ણન કરી રહ્યાં છે. 2014 બાદ ગરીબનું ઘર પર પાકી છત સુધી સીમિત નથી રાખ્યું, ગરીબી હટાવવાનો પ્રયાસ કર્યો છે. પીએમ આવાસ યોજના હેઠળ તેમનું ઘર કેવું બનશે તેના પર ધ્યાન આપ્યું છે.
કોઈ ભેદભાવ નહીં ત્યાં જ સાચો સર્વધર્મ સંમભાવ છે. દેશમાં શુદ્ધ હવા મળે તે નિશમ મોડની દિશામાં કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ગરીબ હોય કે મધ્યમ વર્ગ પણ બધાની જિંદગી સરળ કરી છે. વિકાસની આ ગતિને નિરંતર બનાવી રાખવાની છે. વિકાસે જે રફ્તાર પકડી છે તે જોઈને મને ખૂબ જ આનંદ અનુભવું છું. આ રીતે ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ દિપિકાબેન સરડવાજી તથા તેમના મહિલા કાર્યકરો આગેવાનો સાથે ભાજપની સફળ ગાથા રજૂ કરી ગુજરાત ભાજપનો ગઢ વધુ મજબૂત બનવાનો અથાક પ્રયાસ કરી રહ્યા છે.
વધુમાં ડૉ દિપિકાબેન સરડવાજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હાલમાં ગરબી કલ્યાણ માટે 3 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના 25 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. 2 લાખ સગર્ભાને માતૃ વંદના હેઠળ સહાય આપવામાં આવી છે. ગુજરાતના હજારો લોકો માટે રોજગારી લાવવાના છીએ. એક સમય હતો કે જીવનની મૂળભૂત સુવિધાઓ માટે દેશના લોકોને દૂર રાખ્યા હતા. ઘણા લોકોએ માની લીધુ હતું કે, હું ઝુપડીમાં જન્મ્યો અને મારી આવનારી પેઢી પણ ઝુપડીમાં જન્મશે. આ સ્થિતિમાંથી દેશ બહાર આવી રહ્યો છે. દરેક ગરીબ સુધી પહોંચી રહ્યા છીએ.
આ પણ વાંચો
પ્રધાનમંત્રી આવાસ યોજના મહિલા સશક્તિકરણની તાકાત દર્શાવે છે – ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ દિપિકાબેન સરડવાજી . 2014 બાદ ગરીબનું ઘર પર પાકી છત સુધી સીમિત નથી રાખ્યું, ગરીબી હટાવવાનો પ્રયાસ કર્યો છે. પીએમ આવાસ યોજના હેઠળ તેમનું ઘર કેવું બનશે તેના પર ધ્યાન આપ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનતા ઘરોમાં એક યોજના નહીં અનેક યોજનાઓ જોડાયેલી છે. ગરીબોની બધી જ સુવિધાઓ સાથે મફ્ત રાશન મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના મહિલા સશક્તિકરણને પણ તાકાત આપે છે. 70 ટકા ઘર મહિલાઓના નામે છે. પહેલીવાર તેમના નામે પ્રોપર્ટી કરી છે. સરકારના આવાસમાં હવે માતા-બહેનનું નામ જોડવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસમાં લોકો ઘરમાં રહેવા ગયા છે એ કરોડોના માલિક બન્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના મહિલા સશક્તિકરણની તાકાત દર્શાવે છે.