મ્યુનિસિપલ કમિશ્નરના ડ્રાફ્ટ બજેટ મામલે અત્યંત મોટા સમાચાર સામે આવ્ય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામા આવ્યુ છે. આ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસન એ વર્ષ 2023-24 માટે તૈયાર કર્યુ છે. ગત વર્ષના રૂ.8111 કરોડના ડ્રાફ્ટ બજેટની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરાયું હોવાના સમાચાર છે. કમિશ્નરના ડ્રાફ્ટ બજેટમાં તમામ પ્રકારના ટેક્સમાં મુકાઇ વધારો કરવાની દરખાસ્ત હોવાની માહિતી સામે આવતા અમદાવાદીઓને પડતા પર પાટું જેવી હાલત થઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ડ્રાફ્ટ બજેટ તૈયાર
મળતી માહિતી મુજબ 10 વર્ષ બાદ અમદાવાદીઓના મિલ્કત વેરામાં વધારો કરાયો છે. આ વિશે વિગતે વાત કરીએ તો રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 7 નો વધારો કરી 23 રૂ કરાયા, કોમર્શિયલ મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 9 નો વધારો કરી રૂ 37 કરાયા, પાણી અને કોન્ઝર્વન્સી વેરામાં હાલ કોઈ વધારો ન કરાયો હોવાની માહિતી સામે આવી છે. આ અગાઉ વર્ષ 2013 વર્તમાન વેરા અમલમાં આવ્યા હતા.
અમદાવાદીઓના મિલ્કત વેરામાં વધારો કરાયો
આ સાથે પર્યાવરણના રક્ષણ મામલે પ્રથમ વાર amc દ્વારા યુઝર ચાર્જ લેવાની દરખાસ્ત પણ કરાઈ છે. નાગરિકોના માથે એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ પણ નાખવામાં આવ્યો છે. રહેણાંક મિલ્કતો માટે એરિયા મુજબ રૂ 5 થી લઇ રૂ 3000 સુધીના યુઝર ચાર્જની દરખાસ્ત, કોમર્શિયલ મિલ્કતો માટે એરિયા મુજબ રૂ 150 થી રૂ 7000 સુધીના ચાર્જની દરખાસ્ત, જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી ખાનગી વાહનોના વપરાશને ઘટાડવા નવા વેરા લાદવામાં આવ્યા છે.
દિલ્હી-અમદાવાદ ફ્લાઈટમાં બોમ્બના સમાચારથી ખળભળાટ! અમદાવાદથી પ્લેન ઉડાન ભરવાનું હતું ત્યારે અચાનક…
બધું જ પડતું મૂકીને બુધવારે સવારે સૌથી પહેલા કરો આ કામ, 100 ટકા સારા સમાચાર મળશે
ફેબ્રુઆરીમાં આ રાશિના લોકોના લગ્ન પાક્કું થઈ જશે, કમ સે કમ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ તો મળી જ જશે!
ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ સેવાના ચાર્જમાં પણ તોતિંગ વધારો કરાયો છે. રહેણાંક મિલ્કતો માટેના વર્તમાન રૂ 1 પ્રતિ દિવસના રૂ 2 પ્રતિ દિવસ કરાયા, કોમર્શિયલ મિલ્કતો માટે જુદા જુદા દર સૂચવવામાં આવ્યા છે. આ સાથે તંત્રના વધતા ખર્ચ, વિવિધ વિકાસ પ્રોજેક્ટ અને આવકને ધ્યાને રાખી વેરા વધારો કરાયો છે. હવે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ જ ડ્રાફ્ટ બજેટમાં વેરા વધારાની જોગવાઇ મૂકાઇ હોવનુ કહેવામા આવી રહ્યુ છે. કમિશ્નર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સુધારો કરી આગામી દિવસોમાં સ્ટેન્ડીંગ કમિટી આખરી મંજૂરી આપી શકે છે.