પોલીસનું કામ જોઈને ક્યારેય આપણે ગર્વની લાગણી અનુભવતા હોઈએ છીએ, કારણ કે તમામ સુરક્ષા એમના હાથમાં છે. પરંતુ ક્યારેક એવા સમાચાર આવે કે આખરે પોલીસ આટલું ધ્યાન કેમ નહીં આપતી હોય. હાલમાં ડીસાથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જે જોઈને આપણે શરમ આવશે અને રડવું પણ આવશે,. આ ઘટના છે ડીસાના કલાપીનગરની. ત્યાં દારુના નશામાં પતિએ ઘરમાં આગ લગાવતા ઘર બળીને ખાખ થઇ ગયું. ઘર વખરી સહિત તમામ સામાન બળીને ખાખ થતાં હાહાકાર મચી ગયો છે.
આખી વિગતો વિશે વાત કરીએ તો બન્યું કંઈક એવું કે પતિ દારુ પીને ઘરે આવતા પત્ની પોલીસ સ્ટેશન ગઈ હતી. પતિ દારુના નશામાં ધમાલ મચાવે એટલે પત્ની મદદ મેળવવા પોલીસ સ્ટેશન ગઈ. પરંતુ બન્યું એવું કે પોલીસ ન હોવાથી મહિલા ઘરે મોડી આવી. ઘરે આવીને જોયુ તો ઘર બળીને ખાખ થઇ ગયુ હતું. મહિલા પોલીસની મદદ મેળવવા પોલીસ સ્ટેશન ગઇ હતી. પરંતુ પોલીસ હાજર ન હતી. મહિલા 4 કલાક સુધી પોલીસ સ્ટેશન બેસી રહી પણ પોલીસ ન આવી. તો આ વાત પરથી એવું કહી શકાય કે પોલીસની બેદરકારીના કારણે આગની ઘટના બની અને એક પત્નીનું ઘર રાખમાં ફેરવાઈ ગયું.
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે એવું મોટે મોટેથી કહેવામાં આવી રહ્યું છે. તેમ છતાં મોટા પ્રમાણમાં દારૂનુ વેચાણ થતુ હોવાના દાવા વિપક્ષી પાર્ટી સહિતના લોકો કરે છે. આ બધા વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાંથી દારૂના જથ્થા પણ ઝડપાય છે. જો આ કિસ્સામાં પણ પોલીસે દારૂડિયા પતિને પકડ્યો હોત તો આગની ઘટના બની ન હોત તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. રાજ્યમાં લાંબા સમયથી દારૂબંધીનો કાયદો અમલમાં છે તેમ છતાં વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા ઝડપાવાથી દારૂબંધીના કાયદાની અસરકારકતા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે રાજ્યમાં દારૂ પ્રવેશે ક્યાંથી ? જો કે તેનો જવાબ હજુ કોઈ પાસે નથી.