BIG BREAKING: અમદાવાદની હોસ્પિટલમાં વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી, 100 દર્દીને ખસેડાયા, 31 ફાયરની ગાડી ખડકી

Lok Patrika
By Lok Patrika
Ahmedabad news lok patrika
Share this Article

Ahmedabad News :અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરની રાજસ્થાન હોસ્પિટલ (Rajasthan Hospital)ના ભોંયરામાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી છે. ફાયર વિભાગની કુલ 31 ગાડીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. આગના કારણે હોસ્પિટલના ભોંયરામાં પડેલા તમામ વાહનો બળીને ખાખ થયા હોવાનું સામે આવી રહ્યું છે

Ahmedabad news

આ સાથે જ માહિતી મળી રહી છે કે આગના કારણે 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલ તરફનો 500મીટરના રોડ રસ્તા બંધ કરવામાં આવ્યો છે. જરૂર પડશે તો દવાખાનાની છત પણ તોડવામાં આવી શકે છે.

આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી ફાયરના જવાન અંદર ગયા હતા, પરંતુ ધુમાડાને કારણે લાંબો સમય અંદર રહી શક્યા નહિ. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે.

આ આગને બુઝાવવા માટે ફાયર વિભાગની 30 જેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ આગના સમાચાર મળતાની સાથે જ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલનો સ્ટાફે પણ દર્દીઓને ખસેડવામાં ઘણી જહેમત ઉઠાવી હતી. આગ લાગવાનું કારણ જણાવતા કહ્યુ કે, આ બેઝમેન્ટમાં લાકડાનું ફર્નિચર, ડનલોપની શિટો, પ્લાયવુડ પડ્યુ હતુ જેના કારણે આગ લાગી શકી હોય શકે છે.

ક્રિકેટ છોડીને ધોની હવે ફિલ્મ જગતમાં ભૂક્કા બોલાવશે, ખૂદ પત્ની સાક્ષીએ આપી દીધું મોટું નિવેદન, ચાહકો પણ ખુશ

કોહલી-રોહિત નહીં, ક્રિકેટની દુનિયામાં આ નવા બેટ્સમેનનો દબદબો, 146 વર્ષમાં પહેલીવાર બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ્સ રોયસ કાર સાથેનો વીડિયો થયો વાયરલ, સોશિયલ મીડિયા યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

આ પહેલા એસવીપી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યુ હતુ. આગની જાણ થતા દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફ બહાર આવી ગયો હતો. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly