Breaking: વલસાડમાં માનવામાં ના આવે એવી ઘટના, રાત્રે અચાનક અજાણ્યા ઝાટકા આવ્યાં અને ધરતી ફાટી ગઈ, ચારેકોર ફફડાટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Valsad News : વલસાડ જિલ્લાના કપરાડા (kaparda) તાલુકાના વાડી ગામમાં છેલ્લા કેટલાક દિવસથી ભેદી આંચકા ( Penetration shock) અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આંચકાઓના કારણે ગામની જમીનમાં 500 મીટર કરતા લાંબી તિરાડ પડતા તંત્રની ટીમો પણ વાડી ગામ ખાતે દોડી આવી છે, અને કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. જોકે, અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે આ ભૂકંપના આંચકા છે કે અન્ય કોઈ કારણસર આંચકા આવી રહ્યા છે.

 

 

ભેદી આંચકા છેલ્લા ઘણા સમયથી અનુભવાઇ રહ્યા છે 

આ અંગે મળતી માહિતી અનુસાર, કપરાડા તાલુકાના છેવાડે આવેલા વાડી ગામમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધારે સમયથી આંચકા અનુવાય રહ્યા છે. આંચકાના કારણે ગામની જમીનોમાં તિરાડો પડી ગઈ છે, ગામમાં એક જગ્યાએ તો આંચકાના કારણે 500 મીટરથી વધુ લાંબી તિરાડ પડી ગઈ છે. ભેદી આંચકાઓ અને જમીનમાં પડી રહેલી તિરાડોથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

 

ટીમોએ તપાસ હાથ ધરી

ગામમાં અનુભવાય રહેલા ભેદી આજકાઓ અંગે સ્થાનિક લોકોએ તંત્રને ડિઝાસ્ટર વિભાગ અને તાલુકામાં જાણ કરતા સંબંધી વિભાગની ટીમો ગામની મુલાકાત લીધી હતી, અને જે જમીનોમાં તિરાડ પડી હતી તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ તિરાડો પડવાનું અને આચકાઓનું સાચું કારણ શું છે? તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

 

ગુજરાતમાં 900 થી વધુ પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક, રાજ્ય વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી

 

Weather Warfare શું છે? મોરોક્કોમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત, શું આ કાવતરું હતું, અકસ્માત પહેલા વિચિત્ર પ્રકાશે ઉભા કર્યા પ્રશ્નો

 

મહિલા પત્રકાર ટીવી પર લાઈવ હતી, પાછળથી એક યુવક આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

 

સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

અત્રે ઉલ્લખનીય છે કે, વલસાડના વાડી ગામના કુજવેરી ફરિયામાં એક અઠવાડિયા કરતા વધુ સમયથી ભેદી આંચકા અનુભવાતા ભેદી આંચકાઓથી જમીનમાં તિરાડો પડતા વાડી ગામના લોકોમાં ભયનો માહોલ છે. કપરડા તાલુકાની ટીમો ગામમાં નિરીક્ષણ કરી રહી છે.

 


Share this Article