આજે સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આજે કેટલાક વિસ્તારમાં હિલસ્ટ્રોમની પણ આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યારે અમદાવાદમાં ચારેકોર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અને છાંટા નાખ્યા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા હતી અને એ રીતે વરસાદ આવ્યો પણ ખરો. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાના પણ આગાહી કરવામાં આવી છે.
18 માર્ચે તાપી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, ડાંગ, નવસારી અને દમણમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેની રાજ્યના 7 જિલ્લામાં 19 માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે.
ભારતના અનેક રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી, IMDએ જાહેર કરી એડવાઇઝરી
– ઘરના બારી-દરવાજા બંધ રાખો, બહાર જવાનું ટાળો
– વૃક્ષની નીચે કે દીવાલની પાસે ઊભા રહેવું નહીં
– ઈલેક્ટ્રિક સાધનોના પ્લગ કાઢી નાંખવા
આ વળી નવું આવ્યું, જાણો શું છે વીકેન્ડ મેરેજ, જેમાં લગ્ન થઈ જાય પણ તમે કુંવારા રહી શકો છો
કોણ છે એ અભિનેત્રી જેની સાથે પ્રેમમાં પાગલ છે KGF એક્ટર યશ, હોટ તસવીરો જોઈ આંખ મટકું નહીં મારે
માવઠાની વચ્ચે નવી આગાહી કરવામાં આવી છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલીમાં 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકે પવન અને ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદ પડશે આ સાથે કરા પડવાની પણ સંભાવના છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, સુરત અને કચ્છમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીથી પણ લોકોમાં ચિંતાનો માહોલ છે.