અંકલેશ્વર નજીક આવેલા વાલિયા તાલુકાના ડહેલી ગ્રામમા વર્ષો બાદ પણ આજે નદી પર પુલ નથી. આ જ કારણે ચોમાસુ આવતા ગામ લોકોની મુશ્કેલીઓ વધી જાય છે. હાલમા જ પુલ ન હોવાના કારણે ગામના લોકોએ વરસતા વરસાદમાં જ નદીના પાણીની અંદર ઉતરીને નનામી કાઢવાની ફરજ પડી હતી. સ્મશાન સામેની બાજુએ હોવાના કારણે ડાઘુઓએ આવુ કરવુ પડ્યુ હતુ.
કાલે જ ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ અને આ સમયે પણ આવી જ ઘટના સામે આવી હતી. આ અંગેનો વીડિયો ગ્રામજને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. લોકો આ અંગે અવારનવાર સરકારનું ધ્યાન દોરતા રહ્યા છે પણ હજુ સુધી વહીવટી તંત્રએ ગામમા પુલ બનાવવા અંગે કોઈ એકશન લીધા નથી. હવે આ મામલે ગ્રામજનોમા રોષ ફેલાયો હતો.