હવે વરસાદ કઇ તારીખથી પડશે, ક્યાં અને કેટલો પડશે?? અંબાલાલ પટેલે ઘાકત આગાહી કરતાં ખેડૂતો વિચારમાં પડ્યાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 98 ટકા વરસાદ નોંધાયો છે. જોકે ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. સપ્ટેમ્બરમાં સારો વરસાદ આવે તેવી આશા છે. જોકે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયુ અને તેના કારણે અમુક વિસ્તારમાં સારો વરસાદ થયો છે. તેમ છતાં કેટલાક વિસ્તાર કોરો રહ્યા છે. હજુ પણ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.

 


Share this Article