પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારનારા સસરાને જેલમાં મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાએ પોતાના વયોવૃદ્ધ સસરા સામે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે સસરાની ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી દીધા હતા. પુત્ર-ભરણપોષણના કેસમાં એક વર્ષથી લાપતા બન્યા બાદ સસરાએ પુત્રવધૂ પર નજર બગાડી હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
જામનગરના એક અગ્રણી ઉદ્યોગપતિ પર તેની જ પુત્રવધૂએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેણીએ ગુરુવારે મોડી રાત્રે બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે સસરાએ આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીથી ૧૪ એપ્રિલની વચ્ચે ચાર વખત તેના પર બળાત્કાર કર્યો હતો. ફરિયાદ અનુસાર મહિલાના લગ્ન ૨૦૦૨માં આરોપીના પુત્ર સાથે થયા હતા અને દંપતીને ૧૮ વર્ષનો પુત્ર છે. જાે કે, લગ્નજીવનના થોડા વર્ષો પછી તેમની વચ્ચે મતભેદો ઉભા થયા અને સતત ઝઘડાઓ થતા રહેતા હતા.
રોજબરોજના ઝઘડાથી કંટાળીને મહિલા તેના પુત્રને લઈને સુરત તેના માતા-પિતા સાથે રહેવા ગઈ હતી. તેણીએ ભરણપોષણનો કેસ પણ જીત્યો હતો અને આરોપીના પુત્રને મહિલાને દર મહિને ૬,૦૦૦ રૂપિયા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. દરમિયાન ૨૦૧૭માં જ્યારે તેની માતાનું અવસાન થયું ત્યારે આરોપી અને તેનો પરિવાર શોક વ્યક્ત કરવા સુરત ગયા હતા. તે જ સમયે પીડિતા અને તેના પતિ વચ્ચે સમાધાન થયું હતું અને તે જામનગરમાં તેના સાસરિયાના ઘરે પરત આવી હતી.
જાે કે, થોડા સમય પછી દંપતીએ ફરીથી નિયમિત ઝઘડા કરવાનું શરૂ કર્યું. પરિસ્થિતિથી કંટાળીને તેની પત્નીએ ઘર છોડી દીધું અને અલગ રહેવા લાગી. લગભગ દોઢ વર્ષ પહેલા તેનો પતિ પણ તેના ભાઈ સાથે રહેવા ચાલ્યો ગયો હતો. દરમિયાન, તેણીના સાસરિયાઓ સુરતથી પરત આવ્યા હતા અને જાેગર્સ પાર્કમાં તેમના ઘરે રહેવા લાગ્યા હતા.
૧૪ ફેબ્રુઆરીની રાત્રે જ્યારે મહિલા અને તેનો પુત્ર ઊંઘી રહ્યા હતા ત્યારે તેના સસરાએ ટાંકીમાં પાણી નથી તેમ કહીને જગાડી હતી. જ્યારે તેણી તપાસ કરવા ગઈ ત્યારે તેણે કથિત રીતે તેણીને પાછળથી પકડી લીધી અને તેણીને પોતાના રૂમમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારપછી તેણે કથિત રીતે ધમકી આપી હતી કે જાે આ અંગે તો કોઈને કહેશે તો તે તેના પુત્રને ઘરમાંથી કાઢી મુકશે.
ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, સસરાએ તેને કહ્યું હતું કે તે તેને ક્યારેય તેના પતિની ગેરહાજરીનો અહેસાસ થવા દેશે નહીં અને જ્યારે તેનો પુત્રઘરે ન હતો ત્યારે તેની સાથે ત્રણ વખત બળાત્કાર કર્યો હતો. સમગ્ર મામલો પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કોવિડ ટેસ્ટ બાદ આરોપી સસરાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં અદાલતે જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો છે.