કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચે ચાલતો પરિવારિક વિવાદ હવે જાહેર બની ગયો છે. ભરત સોલંકી પોતાની મહિલા મિત્ર રિદ્ધિ પરમારને મળવા આણંદ ગયા ત્યારે સોલંકીના પત્ની રેશ્મા પટેલ અને તેમના સાગરીતો મહિલા મિત્રના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને મહિલાને માર માર્યો હતો. આ સમગ્ર મામલે સોલંકીના મહિલા મિત્રએ રેશ્મા પટેલ સહિત તેના દસ સાગરીતો સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
રિદ્ધિએ લેખિત પોલીસ ફરિયામાં જણાવ્યું કે આણંદ નજીક આવેલા મોતીકાકાની ચાલી પાસેની એક સોસાયટીમાં તેના ઘરમાં રેશમા પટેલ અને અન્ય લોકોએ ૩૧મે ના રોજ રાત્રિના સુમારે જબરજસ્તીથી ઘરમાં ઘૂસીને માર મારી વીડીયો ઉતારીને બદનામ કરવામાં આવી છે. રિધ્ધિ પરમારના જણાવ્યા મુજબ ભરતસિંહ સોલંકી સામાજીક કામે તેમના ઘરે આવ્યાં હતા.
રેશ્માબેન પટેલ ૫ થી ૧૦ જેટલી વ્યક્તિઓ સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને ભરતસિંહ સોલંકી તેમજ મને માર મારીને બન્નેના વીડિયો મોબાઈલમાં ઉતાર્યા હતા અને મારા ઔચિત્યને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર વાય. આર. ચૌહાણે જણાવ્યું હતું કે, તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધાશે.
મહત્વનું છે કે ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચે ચાલતો પરિવારિક વિવાદ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે.
જેમાં ભરતસિંહે પોતાના જીવનું જાેખમ હોવાનું કારણ આપીને પોતાની પત્ની રેશ્મા પટેલ સાથે છૂટાછેડા માગ્યા છે. તેમજ આણંદની ઘટનાનો વિડીયો વાયરલ થતાં ભરતસિંહ સોલંકીને પત્રકાર પરિષદ બોલાવી સ્પષ્ટતા કરવી પડી હતી, તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના પત્નીથી તેમને જીવનું જાેખમ છે અને તેમની પત્નીને માત્ર તેમની સંપત્તિમાં રસ છે. પત્રકાર પરિષદના અંતે સોલંકીએ જાહેરાત કરી કે તેઓ હાલ પૂરતો સક્રિય રાજકારણમાંથી બ્રેક લઈ રહ્યા છે.