પાલનપુર: બનાસકાંઠામાં મહત્તમ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો વસવાટ કરે છે ત્યારે આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય પર નિર્ભર છે ત્યારે જીલ્લામાં જળ સંકટ વર્તાઈ રહ્યું છે ત્યારે ચાલુ સાલે સમગ્ર જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો છે જેને લઈ જિલ્લામાં પાણીના તળ ઊંડા ગયા છે ત્યારે રાજ્ય સરકારે પાણીને લઈને કોઈ આગોતરું આયોજન કરેલ ન હોઈ સિંચાઈ માટેના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડુતો મુશ્કેલીમાં મુકાયાં છે.
જોકે, સરકાર દ્વારા ખેડુતોના પ્રશ્નોને વાચા ન અપાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. અને રોષે ભરાયેલા ખેડૂતો હવે આંદોલનનાં માર્ગે અપનાવવા મજબૂર બન્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના તમામ ધારાસભ્યો પણ ખેડૂતોની વ્હારે આવ્યા છે. ભાજપ સરકાર પીવાના પાણીની સમસ્યાને નિવારવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે પાણીની સમસ્યા માટે બજેટમાં જોગવાઈ કરવાની માંગ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પક્ષા પક્ષી મૂકીને જળ સંકટને લઈને એક જ મંચ પર આવ્યા હતા. જિલ્લામાં કેટલાક તાલુકામાં 1 હજાર ફૂટ જેટલાં પાણીના તળ નીચે ગયા છે. પાલનપુર વડગામ તાલુકામાં પાણીની વ્યવસ્થા નથી કોઈ કેનાલો અથવા જળાશયનું વ્યવસ્થા નથી વડગામ તાલુકામાં મુક્તેશ્વર ડેમ તેમજ કરમાવત તળાવ માં વર્ષોથી પાણી ભરવાની માંગ છે પાલનપુર તાલુકાના મલાણા તળાવ પણ ભરવાની માંગ છે બાલારામ નજીક મીની ચેક ડેમની માંગ છે.
ધાનેરા દાંતીવાડા અમીરગઢ લાખણી થરાદ સુઈગામ દિયોદર કાંકરેજ ડીસા થરાદ સહિત ના તાલુકાઓ માં પાણી ની વિકટ પરિસ્થિતિ ને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર પાણી માટે નિંકોઈ વ્યવસ્થા નહિ કરેતો 2022 ની વિધાનસભા ચૂંટણી માં સરકારને ભોગવવું પડશે.
બનાસકાંઠા આજે ખેડૂતોની રેલી યોજાઈ હતી જેમા મોટી સંખ્યામાં ખેડૂતો સહિત કોંગ્રેસ આગેવાનો ધારાસભ્યો જોડાયા હતા આજે તો મૌન રેલી યોજાઈ હતી જોકે ખેડુતો આંદોલનનો માર્ગ અપનાવે તે પહેલા સરકાર પાણીની કોઈ વ્યવસ્થા કરે છે કે પછી ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બને છે તે તો હવે આવનારો સમય જ બતાવશે