ગુજરાતના લોક લાડીલા અને પ્રખ્યાત સિંગર ગીતાબેન રબારીનું નામ જ કાફી છે. એમનો પરિચય આપવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ત્યારે હાલમાં ગીતાબેન રબારીએ અમેરીકામાં યોજાયેલ લોક ડાયરામાં ભારે જમાવટ કરી હતી.
ડલાસના સુરત લેઉવા પટેલ સમાજ (SLPS) દ્વારા યોજાયેલ આ લોક ડાયરામાં યુક્રેન યુધ્ધમાં સપડાયેલ લોકોની મદદ કરવા માટે, ઉપસ્થિત મહાનુભાવો દ્વારા $ 3,00,000 (2 કરોડ 25 લાખ રૂપિયા) જેવી માતબર રકમ એકત્રિત કરાઈ હતી.
ત્યારે એ જ અરસામાં Universal Studio Orlando Floridaથી ગીતાબેન રબારીએ અમુક તસવીરો શેર કરી છે કે જેમાં તેમના પતિ પણ સાથે જોવા મળી રહ્યા છે. હવે આ તસવીરો ભારે વાયરલ થઈ રહી છે અને લોકોને પસંદ પણ આવી રહી છે.