થોડા સમય પહેલાં રીવાબા જાડેજાના નણંદ નયનાબાએ તેમને નિશાન બનાવતા તેમની જાતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નયનાબાએ દાવો કર્યો હતો કે, રિવાબાના નામાંકન ફોર્મ પર તેમનું નામ રીવા સિંહ હરદેવ સિંહ સોલંકી તરીકે લખવામાં આવ્યું હતું. જેમાં ક્રોસમાં રવિન્દ્ર જાડેજાનું નામ લખવામાં આવ્યું છે. આ જણાવતા નયનાબાએ દાવો કર્યો હતો કે, તે રવીન્દ્ર જાડેજાની અટકનો ઉપયોગ માત્ર દેખાડો કરવા માટે કરી રહી છે. ત્યારે હવે રવિન્દ્રના પિતાએ પણ કોંગ્રેસને મત આપવા માટે વાત કરી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાની કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી છે.
વાત જાણે કે એમ છે કે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાની કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની વાત કરી રહ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર તેમના પુત્રવધુ રિવાબા જાડેજા છે. એક તરફ રવિન્દ્ર જાડેજાના બહેન નયબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરે છે તો રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા માટે મેદાને ઉતર્યા છે. ભાજપે જ્યારથી રીવાબાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી તેઓ તેમના નણંદ નયનાબા તરફથી આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સામનો કરી રહ્યા છે. હવે નણંદ બાદ સસરા પણ તેમની વિરૂદ્ધમાં પ્રચાર કરી રહ્યાં છે.