ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને લોકો માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. ક્યારેક ખેડૂત તો ક્યારેક શિક્ષકો અને ક્યારેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. એવામાં હવે સુરતથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના અલથાન વિસ્તારમાં ગળેફાંસો ખાઇને એક શિક્ષકે જીવન ટૂંકાવ્યુ છે. આ શિક્ષકને સંતાનોમાં બે દીકરીઓ પણ છે. હવે આ ઘટના વાયરલ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે.
આ પરિવારમાં એવું બન્યું તે પત્ની અને પરિવાર કોઇ પ્રસંગમાં બહાર ગામ ગયા હતા ત્યારે જ યુવાન શિક્ષકે ગળેફાંસો ખાઇ લીધો છે. જો કે આ શિક્ષકે પોતાનું જીવન કેમ ટૂંકાવ્યુ તે હજી સામે આવ્યુ નથી. આ પગલનાને કારણે પરિવારમાં દુ:ખનો માહોલ છવાઇ ગયો છે અને મોટી કરૂણાંતિકા સર્જાઈ રહી છે. જ્યારે તેમની બંને દીકરીઓ પરથી બાપનો હાથ જતો રહ્યો હોવાથી લોકો પણ એકદમ દુખી દુખી છે. જોકે, આ સમાચાર મળતાની સાથે જ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા સમાચાર સામે આવ્યા હતા કે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં નાસીપાસ થઈને ભાવનગરના ઘોઘાની યુવતી પાયલે ઝેરી દવા પીધી અમે જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી પ્રમાણે હાથબ ગામમાં યુવતીએ પેપર ફૂટતા ઝેરી દવા પીધી હતી. જે યુવતીનું 13 દિવસ બાદ સારવાર દરમિયાન જ મોત થયું હતું. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવતા આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. જેને લઈ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરીવારને 25 લાખની સહાયની માંગ પણ કરવામાં આવી છે. તેમજ જવાબદાર આરોપી વિરુદ્ધ કડક સજા કરો એવી પણ માંગણી કરાઈ હતી. જો કે બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હવે આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામા આવશે.
તો વળી આ મામલે MLA ધવલસિંહ ઝાલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું કે, ભાવનગરના ઘોઘા તાલુકામાં જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થવાના કારણે 21 વર્ષીય યુવતીએ 13 દિવસ પહેલા ઝેરી દવા પીધી હતી. 13 દિવસથી આ યુવતી મોત સામે જજૂમી હતી જેમનું આજે દુ:ખ અવસાન થયું છે જેથી મને ખૂબ દુ:ખ થયુ છે.
ઉલ્લેખનીય છે કે જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું અને જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોએ કરેલી રાત દિવસની મહેનત પર પાણી ફરી ગયું હતું,