ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઈશુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો બનાવ્યા છે. ઈશુદાન ગઢવી પત્રકારમાથી રાજનીતીમા પ્રવેશ કર્યો છે અને હવે ખંભાળીયા બેઠકથી મેદાને ઉતર્યા છે. હાલ ઉમેદવારી નોંધાવતા વખતે તેમણે એફીડેવિટમાં તેમની અને પત્નિ પાસે રહેલી મિલ્કત વિશે માહિતી આપી છે.
એફીડેવિટમાં રજૂ કરેલ વિગતો મુજબ ઈસુદાન ગઢવી પાસે વર્ષ 2017-18 થી વર્ષ 2021-22 માં કુલ આવક 23 લાખ 15 હજાર 40 રૂપિયા, વર્ષ 2021-22 માં તેમની આવક રૂ.3.03 લાખ, તેમની પત્નિની આવક 2017-18 થી 2021-22 માં 21 લાખ 49, 000 આવક, વર્ષ 2021-22 માં 4.20 લાખ આવક જણાવવામા આવી છે.
ઈસુદાન ગઢવીએ તેમની પાસે રહેલા ગોલ્ડ અંગે માહિતી આપતા જણાવ્યુ છે કે સોનું રૂ. 48 હજાર 10 ગ્રામ, પત્ની પાસે રૂ.5.76 લાખની કિંમતનું 120 ગ્રામ સોનું છે. આ સિવાય ઈસુદાને 3 બેંકમાંથી રૂ. 40.53 લાખની લોન અને પત્નીએ ત્રણ બેંકમાંથી 9.91 લાખની લોન લીધેલી છે. તેમની પાસે રૂ.19.75 લાખની કિમતની બે ખેતી લાયક જમીન છે.
બોપલમાં 3 ફલેટમાં 50 ટકા ભાગ, ઘર અને જમીન મળીને કુલ 79.75 લાખની સ્થાવર મિલકત, 19.75 લાખની વારસાગત મિલ્કત, પત્નિ પાસે 1 ફલેટમાં 50 ટકા હિસ્સા છે. 5.81 લાખની જંગમ મિલ્કત છે અને પત્નિ પાસે 9.80 લાખની જંગમ મિલ્કત છે. આ સિવાય બેંક અંગે માહિતી આપતા ઈસુદાન ગઢવીએ જણાવ્યુ છે કે બે બેંક એકાઉન્ટ છે. ICICI માં 3858 રૂપિયા અને bob માં 1500 રૂપિયા છે. તેમની પાસે રોકડ રૂ.3.20 લાખની રોકડ સિલક છે.
આ સિવાય તેમની પત્નિ પાસે પણ રૂ.1.68 લાખની રોકડ સિલક, યુનિયન બેંકનાં એકાઉન્ટમાં 25791, જ્યારે એચડીએફસી 10000 છે. આ સાથે પતિ-પત્નીના નામે 2 લાખની એલઆઈસી પોલીસી છે. આ સિવાય વાત કરીએ ઈસુદાન ગઢવી પર થયેલી ફરિયાદો અંગે તો તેમની સામે બે ફરિયાદ નોંધાઈ છે. પહેલી તેઓ પર પાસ પરમીટ વગર નશો કરવાની અને બીજી ફરિયાદ હુમલો કરવો, અભદ્ર ભાષાનો પ્રયોગ, જાહેર મિલ્કતને નુકશાન કરવા મામલે નોંધાઈ છે.