રાજ્યમા આગ લાગવાની 6 ઘટનાઓ સામે આવી છે. જો કે, હજી સુધીમા આમાથી કોઈ ઘટનામા આગને કારણે જાનહાની થઈ હોવાના સમાચાર નથી. વલસાડ નજીક આવેલા વાપીની GIDCમા વિરાજ કેમિકલ કંપનીમાં સોલવન્ટની ટાંકીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હોવાના સમાચાર છે.
આગને કારણે અન્ય બે કંપનીઓમાં પણ આગ પ્રસરતા સ્થિતિ વધારે ગંભિર બની હતી. ઘટ્ના સ્થળે હાલ 10 થી વધારે ફાયરટીમ પહોંચી ચૂકી છે અને આગના વિકરાળ સ્વરૂપને જોતા અહી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
2 કલાકની મહેનત બાદ પણ આ આગ કાબુમા લઈ શકાય નથી અને બાજુમાં આવેલ વ્રજ કેમ કંપની સુધી પહોંચી છે. હવે બાજુની અન્ય 2 કંપની પણ આગમા ઘેરાય છે. બીજી તરફ કંપનીની અંદર રહેલા કેમિકલના ડ્રમ આગની ઝપેટમાં આવતા બ્લાસ્ટ થઈ રહ્યા છે.
આ સાથે મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીની ગેસની પાઈપ લાઈનમાં અચાનક આગ લાગી હતી. જો કે, ફાયર બ્રિગ્રેડે તરત જ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી લીધી હતી. હાલ આગ પર કાબુ મેળવ્યો છે અને કોઈ જાનહાનીના સમાચાર નથી.
પંચમહાલમા અવેલા પાવાગઢનાં પાટીયા પુલ પાસેના જંગલમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ આગ લાગતા મંદિર તરફ પગપાળા જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે અને ફાયર બ્રિગ્રેડે સ્થ્તિ સંભાળી છે. આગ લાગતા સ્થાનિક દુકાનદારોમાં ભયનો માહોલ છે.
આ સિવાય આગ લાગવાની અન્ય ઘટના સામે આવી છે સાબરકાંઠાના ઈડરમા આવેલા દામોદર એરિયામાંથી. અહી અચાનક જ બાઇકમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાર્ક કરેલ બાઇકમાં અચાનક આગ લાગતાં ફાયર બ્રિગેડને જાણ કરવામા આવી, હાલ આગ પર કાબૂ મેળવ્યો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
બનાસકાંઠાના કુંડલ ગામમાં ખેતરમાં આગ ફાટી નીકળી હતી. આ આગ વીજ તારને અડકતા ખેતરમાં તણખાથી લાગી હોવાના સમાચાર છે. આગને કારણે ખેતરમાં ઘઉંનો પાક સળગીને જતા મોટુ નૂકશાન થયુ છે. જો કે, સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
આજથી 3 દિવસ એકધારો વરસાદ પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે કરી ધાતક આગાહી, ખેડૂતોનું કરોડોનું નુકસાન
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી આગ લાગવાની ઘટના સામે આવી છે. અહી પાર્ક કરેલ સીએનજી કારમાં અચાનક આગ લાગી નીકળતા લોકો ડરી ગયા હતા.
આગ લાગવાનું કારણ સીએનજી લીકેજ થયુ હોવાનું સામે આવ્યુ છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.