પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિજાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતા માહિતી મળી હતી કે વિજાપુર ભાવસોર ગામની સીમમાં આવેલ મહાકાળીમાતાજીના મંદિર પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે સ્થળ ઉપર જઈ પાચ જુગારીઓને ઝડપી લેવાયા છે.
તેમની પાસેથી 21090 રોકડા તેમજ મોબાઈલ 3 કિંમત 12000 હજાર રૂપિયા તથા બાઇક કુલ મળીને 83090 ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લઇ વિજાપુર પોલીસે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હરેશભાઈ નેનજીભાઈ ઠાકોર, વિશાલમનોજજીઠાકોર,દીપક નેનજીભાઈઠાકોર,સાગર મહેન્દ્રજી ઠાકોર,નીકુલ રાજુભાઈ પટેલ તમામ રહેવાસી મણીપુરા વિજાપુર.