ભવર મીણા ( માઉન્ટ આબુ ): રાજસ્થાનનું એક માત્ર પર્વતીય પર્યટક સ્થળ અને ગુજરાતના લોકો માટે સ્વર્ગ સમાન ગણાતા માઉન્ટ આબુ માં સતત વરસાદ ના લીધે વાતાવરણમાં ચાર ચાંદ લાગી ગયા છે.તો બીજી તરફ ગત રોજ 3 ઇંચ વરસાદ નોંધાતા નક્કી લેખ ઓવરફ્લો થયું છે. પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુનું રદય સમાન માનવામાં આવતું નક્કી લેખ ઓવરફ્લો થતા પર્યટકો સહિત સ્થાનિક લોકોમાં આનંદ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુ સહિત અમીરગઢ માં સતત વરસાદી માહોલ સર્જાયો છે.જેથી બદીઓમાં પાણીનો આવરો વધ્યો છે.
તો વળી માઉન્ટ આબુમાં ગત રોજ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નક્કી લેખ ઓવરફ્લો થયું છે તે ઉપરાંત માઉન્ટ આબુ માં આજ દિન સુધી કુલ 35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાથી માઉન્ટના ઝરણાઓ ખળખળ કરતા વહી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીયછે કે,માઉન્ટ આબુમાં ઝરમરીયા વરસાદ અને ખળખળ કરતા વહેતા ઝરણાઓ તેમજ ધૂમમ્સ ભર્યા વાતાવરણ નયનરમ્ય વાતાવરણઊભું કર્યું હોઈ પર્યટકોનો ઘસારો નોધપાત્ર વધી ગયો છે