દ્વારકાના આંગણે ઇતિહાસ પલટાયો, પહેલી વખત જગત મંદિરમાં એકસાથે ૬ ધજા ચડી, જાણો શા માટે લેવાયો આવો નિર્ણય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

વિશ્વભરમાં દરેક ધર્મ સ્થાનની અલગ અલગ માન્યતા હોય છે. તેવી જ રીતે દ્વારકામાં જગતમંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્ત્વ છે. 2024 સુધી ધ્વજારોહણ કરવા માટે લાંબું વેઇટિંગ લિસ્ટ પણ છે. દ્વારકા જગતમંદિર ઇતિહાસમાં પ્રથમ વખત બિપરજોય વાવાઝોડા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં લઈ ધ્વજારોહણ કરવામાં આવ્યું નહોતું. તેથીએ સમયે જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું તેવા ભક્તોનું આજથી ધ્વજારોહણ થાય એવું જગતમંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા સુંદર નિર્ણય કરવામાં આવ્યો છે.


દરરોજ પાંચ ધજા દ્વારકા જગતમંદિરે ચડાવવામાં આવે છે, પરંતુ બિપરજોય વાવાઝોડા દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું તે ભક્તોનું જથી 15 દિવસ દરમિયાન ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. એટલે કે આજથી દરરોજને માટે 5ને બદલે 6 ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. ભક્તોની નમ્ર માગણી છે કે આ નિર્ણયને પગલે આજથી ફક્ત પંદર દિવસ માટે જ નહીં પરંતુ કાયમી ધોરણે 6 ધ્વજા ચડાવવામાં આવે તો વધુ ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી શકે

લગાતાર સોનાના ભાવ તળિયે બેસ્યા, આજે ફરીથી મોટો કડાકો, હવે એક તોલાના ખાલી આટલા હજાર જ આપવાના

જુલાઈના પહેલા અઠવાડિયામાં જ 2000 રૂપિયાની નોટ પર આવ્યું મોટું અપડેટ, કોર્ટે ભર્યું આ મહત્વનું પગલું

મોદી સરકારે લોકોને આપી મોટી રાહત! સ્માર્ટફોન-ટીવીના ભાવમાં જોરદાર ઘટાડો, જાણો હવે નવી કિંમત્ત કેટલી?

ગઈકાલે સવારે ધજા ચડાવ્યા બાદ તેના બાદના નંબરની ધજા પહેલાંની ધજા સાથે જ ફરકાવવામાં આવી હતી. દ્વારકાની વાત કરીએ તો દ્વારકા વિસ્તારમાં જ્યારે કોઈ મુશ્કેલી કે સમસ્યા ઉદભવી છે ત્યારે દ્વારકાવાસીઓએ કાળિયા ઠાકોર પર ખૂબ જ શ્રદ્ધા રાખી છે, આવેલી મુસીબત કે સમસ્યા દૂર કરવા માટે જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવવામાં આવી છે. રહેવાસીઓનું માનવું છે કે જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવતાં ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને દૂર કરે છે.


Share this Article