ફેબ્રુઆરી મહિના બાદથી ઋતુમા બદલાવ આવ્યો અને ધીરેધીરે ઠંડીનુ જોર ઘટવા લાગ્યુ. આ બાદ માર્ચ આવતા આવતા આકરા તડકા પડ્વા લાગ્યા હતા. આ વચ્ચે રાજયના વાતાવરણમાં પલટો આવ્યો. છેલ્લા થોડા દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમા માવઠુ થયુ છે. મિશ્ર ઋતુની શરુઆત થતા રોગચાળામા પણ વધારો થયો છે. આ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં માવઠું થવાની શકયતા વ્યકત કરવામા આવી છે.
વધુ એક ચિંતાજનક સમાચાર
આ સાથે હવામાન વિભાગે કહ્યુ છે કે આવનારા દિવસોમા ભયંકર ગરમી પડશે. વાતાવરણમાં પલટો આવવાનુ કારણ વેસ્ટર્ન ડિસ્ડર્બન્સ છે. આ કારણે રાજ્યમાં આગામી અઠવાડિયે ફરી કમોસમી વરસાદ ખાબકવાની શકયતા છે. માવઠાનો માર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ભાગોના વધારે જોવા મળે તેવી સંભાવના છે.
માર્ચ મહિનામા માવઠાની આગાહી
હવામાન વિભાગના અધિકારી ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત પર 13 તારીખે કમોસમી વરસાદ થઈ શકે છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ જ્યારે ગરમીનો પારો ઊંચો જતા હીટવેવ અનુભવાશે. ખાસ કરીને કચ્છના કંડલા પોર્ટ વિસ્તારમાં હીટવેવ રહેશે. માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગુજરાત પર 13 તારીખે કમોસમી વરસાદ થઈ શકે છે
આજે ઝારખંડ, ગંગાના પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ, વીજળી અને તીવ્ર પવન (30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે) સાથે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોંકણ, ગોવા, સૌરાષ્ટ્ર અને કચ્છ અને કોસ્ટલ કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.
માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
ગોવા, સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ અને કોસ્ટલ કર્ણાટકના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે. જ્યારે તમિલનાડુ, કેરળ, કોંકણ, તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, રાયલસીમા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં મહત્તમ તાપમાન 35-37 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે.
આ છે મનોકામના પૂર્તિ મંત્ર: દરેક ઈચ્છા 21 દિવસમાં પૂરી થવાની ખાતરી, ફક્ત 51 વાર જાપ કરો અને પછી જુઓ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે કે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ઉપસાગરનો ભેજ જ્યાં સર્ક્યુલેટ થાય છે. આ કારણે માર્ચ મહિના દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે અને હવામાનમાં બદલાવ રહેશે.