હવે, વિદેશ પીણું ગુજરાતના સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે. કુલ 3000 કરોડ આસપાસનું રોકાણ પણ કરવાના છે, આટલું જ નહિ પરંતુ અનેક લોકોને રોજગારી પણ મળશે. ગુજરાત સરકારના ટોચના અધિકારીએ આપેલી માહિતી મુજબ ફૂડ અને બેવરેજીસની એક અનોખી ઇકો સિસ્ટમ પણ ગુજરાતમાં સ્થપાશે અને આગળ જતા ગુજરાત આ ક્ષેત્રે પણ પોતાનું નામ કરશે.”
સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અજીત શાહ જણાવ્યા અનુસાર “સાણંદ હવે માત્ર ભારતની જ નહિ પરંતુ વિદેશી કંપનીઓનું પણ હબ બનતું જાય છે. કોકાકોલા પોતાનો પ્લાન્ટ લાવશે તેવી ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી અને આખરે આ દિવસ પણ આવી ગયો અને નિવેશ આવે તેવી પૂરતી સંભાવના છે. આટલું જ નહિ પરંતુ આ સિવાય બીજી કંપની પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નવું નિવેશ કરશે, અને સાણંદમાં હજારો કરોડનું નવું રોકાણ આવશે.
અધધ, પૈસાનો ઢગલો.. કોંગ્રેસ સાંસદના ઘરે ઈન્કમટેક્સનો દરોડા, 100 કરોડથી વધુની રોકડ મળી
સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત… સરકારે લીધાં આ 3 મોટા નિર્ણય, હવે.. બજારમાં વધતી કિંમતો પર અંકુશ
કોકાકોલાનો આ પ્લાન્ટ પશ્ચિમ ભારતમાં સપ્લાય કરશે અને બાદમાં તેનું વિસ્તરણ થાય તેવી પુરી સંભાવના છે. આ સૂચિત કોકાકોલા પ્લાન્ટની વિશેષતા એ રહેશે કે સ્ટેટે ઓફ દ આર્ટ પ્લાન્ટ હશે અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે.