વિદેશી મહેમાનો ગુજરાતના પ્રેમ પર ઓળઘોળ, કહ્યું- અમને ફરીથી આવવું ગમશે, યાદગાર સ્વાગત, સાંસ્કૃતિક ધરોહર….

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી G-20 અંતર્ગત બેઠકો યોજાઈ રહી છે. હાલ બે દિવસ U-20 અંતર્ગત મેયર પરિષદ યોજાઈ છે. અમદાવાદ મહાનગર પાલિકાના અધ્યક્ષપદે યોજાયેલી ‘મેયર પરિષદ’માં સહભાગી થવા દેશ-વિદેશમાંથી મહેમાનો અમદાવાદ આવી પહોંચ્યા છે.

અમદાવાદ વિમાની મથકે તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. અમદાવાદ વિમાની મથકે રાજ્ય તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વાગત કક્ષ બનાવીને મહેમાનોનું રાસ-ગરબા-કંકુ-તિલક્થી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. વિમાની મથકે આ ભવ્ય સ્વાગતથી મહેમાનો અત્યંત પ્રભાવિત થયા હતા.

બ્રાઝિલના રિઓ-ડી-જાનેરો સિટીમાંથી આવેલા શ્રી લુકાસ અને પ્રેડો સ્પેડેલ તેમના સ્વાગત બાદ કહે છે કે, અમદાવાદ એરપોર્ટ પર જે પ્રકારનું પરંપરાગત રીતે અમારું સ્વાગત થયું એ બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. એરપોર્ટ પર કલ્ચરલ પરફોર્મન્સ તેમજ હોસ્પિટાલિટીથી અમે ખૂબ અભિભૂત પણ થયા છીએ.

જાપાનના ટોકિયા શહેરમાંથી આવેલા યુસુક ટકાશી અને મિરોન જાકીએ કહે છે કે, અમદાવાદમાં અમારું જે પ્રકારનું સ્વાગત થયું છે એ અમારા માટે એક યાદગાર સ્વાગત રહેશે. અમને એરપોર્ટ પર ચાનો ટેસ્ટ ખરેબર અદભુત લાગ્યો. અમારું આ પ્રકારનું સ્વાગત કરવા બદલ અમે સરકારનો આભાર વ્યકત કરીએ છીએ.

જ્યારે યુરોપિયન કન્ટ્રી મોલડોવામાંથી આવેલા અમ્બ્રોર્ટ કહે છે કે, અમે પ્રથમ વખત ભારતમાં આવ્યા છે. અમારું ભારતમાં જે પ્રકારનું સ્વાગત થયું એ ખરેખર અદભુત હતું. ગુજરાતી કલ્ચર જોઇને અમને આનંદ થયો છે અને ગુજરાતની સાંસ્કૃતિક ઘરોબહર સમુદ્ધ છે.

યુકેના લંડન શહેરમાંથી આવેલા શ્રી અનિતાજીએ કહ્યું કે, હું સમગ્ર આયોજનને લઇને ૫ સ્ટાર રેટિંગ આપું છું. અમે સમગ્ર આયોજનને લઇને ખુશ છીએ.

ભારતના આ CMની મોટી જાહેરાત, રાજ્યના દરેક પરિવારને દર મહિને મળશે 5000 રૂપિયાની મદદ! બખ્ખાં જ બખ્ખાં

જ્યોતિ મોર્યથી પણ ચડિયાતો કેસ, દેવું કરીને પત્નીને નર્સ બનાવી, હવે પત્નીએ કહ્યું- મને, બાળકને અને જમીનને ભૂલી જા

24 કલાકમાં દુનિયાના અબજોપતિઓની હાલત બદલાઈ ગઈ, મુકેશ અંબાણી બન્યા નંબર-1! ભારતમાં ખુશીનો માહોલ

આ ઉપરાંત અમદાવાદ મહાનગર પાલિકાના અધ્યક્ષપદે યોજાયેલી ‘મેયર પરિષદ’માં સહભાગી થવા દેશ-વિદેશમાંથી આવેલા મહેમાનોએ અમદાવાદ એરપોર્ટ પર થયેલા તેમના સ્વાગતને એક યાદગાર સ્વાગત કહીને આભાર વ્યકત કર્યો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly