વિજય રૂપાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી નજીક આવતા જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ એક નિવેદન આપ્યું છે જેની હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. વિજયભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે જો ભાજપ પક્ષ તેમણે ટીકીટ આપશે તો તે જરૂર ચૂંટણી લડશે. અને જો નહિ આપે તો નહિ લડે. પરંતુ પક્ષને જીતાડવાના કાર્યો સતત ચાલુ રાખશે એવું પણ વિજયભાઈએ કહ્યું હતું. મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો આજરોજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.
જ્યારે ચૂંટણી લડવાની વાત આવી તો જણાવ્યું હતું કે, જો ભાજપ પક્ષ તેમને ટીકીટ આપશે તો તેઓ ચૂંટણી લડશે. જો પાર્ટી તેઓ ટીકીટ નહિ આપે તો તેઓ સંગઠનના કાર્યમાં પોતાની ભાગીદારી અને જવાબદારી નિભાવતા રહેશે. તેઓ સતત ભાજપ પક્ષ ફરી સત્તા પર આવે તે પ્રકારની કામગીરી કરતા રહેશે. આ ઉપરાંત પક્ષ દ્વારા જે કંઈ પણ આદેશ આપવામાં આવશે એ માન્ય રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે અગામી ઓક્ટોબરમાં ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર થવા જઈ રહી છે. ત્યારે ભાજપ દ્વારા નવા ચહેરાઓને ચૂંટણી લડવાની તક આપવામાં આવે તેવી સંભાવનાઓ વધુ છે. તો હવે વિજયભાઈનો નંબર કેમ લાગશે એ પણ એક વિચારવાની વાત છે.