ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી રાજનીતીક ઉથલપાથલ સામે આવી છે. સૌરાષ્ટ્રથી કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. કોંગ્રેસના ગઢ સમાન ખંભાળીયામા ભગવતી હોલ ખાતે યોજાયેલી ભાજપની જાહેર સભામા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા સાથે સાથે મોટી સંખ્યામા કોંગ્રેસના સરપંચો અને આગેવાનોએ કેસરિયા કરી લીધા છે. આ સમાચાર બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.
મળતી માહિતી મુજબ દ્વારકાના 1100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ જોતા હવે કોંગ્રેસ માટે દ્વારકામાં જીતવુ વધારે મુશ્કેલ બની ગયુ છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને ઉમેદવાર મુળુભાઈ બેરાએ કોંગ્રેસમાથી આવેલા લોકોને કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ભાજપમાં જોડાયેલા નેતાઓના નામમા મેરામણભાઇ મારખીભાઈ ગોરિયા – કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ખંભાળિયા, મિતલબેન જીતેન્દ્રભાઈ ગોરીયા – પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના નામ સામેલ છે.
આ સિવાય રેખાબેન રામભાઈ ગોરિયા – પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ,મશરીભાઈ નારણભાઈ ગોરીયા – પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, રામભાઈ દેસુરભાઈ ગોરિયા – પૂર્વ ભાટિયા માર્કેટિંગ, ડાયરેકટર, જીતેન્દ્ર રામસીભાઈ ગોરિયા – પૂર્વ ભાટિયા માર્કેટિંગ ડાયરેકટર, દિલીપ જેશાભાઈ ગોરીયા – પૂર્વ મહેસૂલ મંત્રીના પુત્રએ પન કેસરિયા કર્યા હોવાના સમાચાર છે.
આ સિવાય વડોદરાના સાવલીથી પણ પક્ષપલટાના સમાચાર સામે આવ્યા છે. અહીથી પણ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. માહિતી મુજબ સાવલીના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વાઘેલા ભાજપમાં જોડાયા છે. આ સાથે પીલોલમા કેતન ઇનામદારની સભામાં વિજય વાઘેલા ભાજપમાં જોડાયા હતા. આમ 500થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા જે વાત આવનારા સમયમા કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી બની શકે છે.