બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાતા હાહાકાર મચી ગયો છે અને રબારી સમાજમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. જો કે હાલમાં આ સમાચાર ખુબ વાયરલ છે કે બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા છે.
LIVE: ઉત્તર ગુજરાત બક્ષીપંચ સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત | સ્થળ: ડીસા, જિ.બનાસકાંઠા https://t.co/HVDsFKYnYO
— BJP Gujarat (@BJP4Gujarat) June 19, 2023
વિગતો મળી રહી છે કે ગોવાભાઇ રબારી ડીસા માર્કેટયાર્ડ ખાતે જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમણે કેસરિયા કર્યા છે. સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો
અહીં 1 લીટર પેટ્રોલ માત્ર 1.5 રૂપિયામાં મળે છે, પરંતુ આ દેશમાં છે સૌથી મોંઘુ, જાણો દરેક દેશના ભાવ
જો કે એક તરફ એવી પણ ચર્ચા છે કે ગોવાભાઈને ભાજપમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો છે. લોકસભા પહેલા આ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો લાગ્યો હોવાની ગણતરી કરવામાં આવી રહી છે. કારણ કે હાલમાં જ નજીકના સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસ વધારે ને વધારે નબળી પડતી દેખાઈ રહી છે.